Abtak Media Google News

યુવાનને માથામાં કીટલી મારી દીધી: દિવ્યાંગ વૃદ્ધ અને તેના ભત્રીજાને બે મહિલા સહિત ત્રણ શખ્સોએ માર માર્યો

શહેરના જંકશન પ્લોટ વિસ્તારમાં લાલબહાદુર શાસ્ત્રીનગરમાં ઘર પાસે કચરો નાખવા બાબતે પાડોશી બાખડયા હતા. જેમાં યુવાનને માથામાં કીટલી મારી દીધી હતી જ્યારે સામાપક્ષે અંધ વૃદ્ધ અને તેના ભત્રીજા પર બે મહિલા સહિત ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જંકશનમાં આવેલા લાલબહાદુર શાસ્ત્રી નગર શેરી નંબર -5માં આજરોજ સવારે 9 વાગ્યાની આસપાસ ઘર પાસે કચરો નાખવા મામલે હસમુખભાઈ રણછોડભાઈ ચોટાઈ નામના 65 વર્ષીય અંધ વૃદ્ધ અને તેના ભત્રીજા રામ દિનેશભાઈ ચોટાઇ પર કચરો નાખવા મામલે પાડોશમાં રહેતા જીતેન્દ્ર પ્રકાશ નથવાણી અને વિદ્યાબેન તથા આસિકાબેન ત્રણેય શખ્સોએ માર મારતા કાકા અને ભત્રીજાને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

તો સામાપક્ષે જીતેન્દ્રભાઇ પ્રકાશભાઈ નથવાણી નામના 30 વર્ષીય યુવાન પર પાડોશમાં રહેતા રામ દિનેશ, દિનેશે માથામાં ચાની કીટલી મારી દીધાના આક્ષેપ સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે બંને પક્ષે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.