Abtak Media Google News

પેઢલામાં મંત્રી રાદડીયાએ બુલડોઝર ચલાવી તળાવમાંથી કાંપ કાઢ્યો

સુજલામ સુફલામ જળસંચય અભિયાન અંતર્ગત જેતપુર તાલુકામાં હયાત તળાવ ચેકડેમોની જળસંગ્રહ શકિત વધારીને જળસંચય કરવાની કામગીરી જેતપુરના પેઢલા ગામેથી અન્ન અને નાગરીક પુરવઠા મંત્રીશ્રી જયેશભાઇ રાદડીયાએ ગૌ સેવા આયોગના ચેરમેનશ્રી ડો.વલ્લ્ભભાઇ કથીરિયા અને રાજકોટ જિલ્લા કલેકટરશ્રી રાહુલ ગુપ્તા તેમજ જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશો.ના પ્રમુખશ્રી રાજુભાઇ પટેલ, જેતપુર યાર્ડના ચેરમેનશ્રી દીનેશભાઇ ભુવા સહીત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તળાવ ઉંડા ઉતારવાની કામગીરી શુભારંભ કરાવેલ હતો.

આ પ્રસંગે મંત્રી જયેશભાઇ રાદડીયાએ જણાવેલ કે જેતપુર તાલુકાના તમામ ગામોના તળાવો-ચેકડેમોમાં વધુમાં વધુ જળસંગ્રહ શકિત વધે તે માટે બધાજ ગામોમાં લોકભાગીદારીથી જળસંચયની કામગીરી કરવાની શરૂઆત થઇ છે. તેમાં આપણે સૌ સહાયક બની જોડાઇએ અને સહયોગી બની જળ એ જ જીવનનો મંત્ર સાર્થક કરીએ.

Img 20180502 Wa0023જેતપુર તાલુકામાં લોકભાગીદારીથી થનાર જળસંચયની કામગીરીની વિગતો માર્કેટીંગ યાર્ડના ચેરમેન દિનેશભાઇ ભુવાએ આપેલ ત્યારે સુજલામ-સુફલામ જળ સંચય અભિયાનમાં આ પ્રસંગમાં જિલ્લા અગ્રણી  ડી.કે.સખીયા,  રાજુભાઇ પટેલ,  દિનેશભાઇ ભુવા, જિલ્લા વિકાસ અધિકારી  રાણાવસીયા, તેમજ અગ્રણી  જેન્તીભાઇ રામોલીયા,   કિશોરભાઇશાહ, ગોંડલ પ્રાંત અધિકારીશ્રી રાઇજાદા, ઉદ્યોગપતિ મનસુખભાઇ ખાચરીયા, ભુપતભાઇ સોલંકી, સહીત મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા. પેઢલા સરપંચ  અલ્પાબેને સૌને આવકારેલ હતા.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.