Abtak Media Google News

જેટ આઈ સીસીટીવી કેમેરા પ્રોજેક્ટનું  મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે લોકાર્પણ : ૪૮ કેમેરા દ્વારા સમગ્ર શહેર પર બાજ નજર રખાશે : સાંસદ રમેશભાઈ ધડુક તેમજ રેન્જ આઇજી સહિત મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ

જેતપુર શહેરમાં રૂપિયા  ૩૦ લાખના ખર્ચે નિર્મિત “જેટ આઈ સી.સી.ટીવી કેમેરા પ્રોજેક્ટનું  અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના હસ્તે તા સાંસદ  રમેશભાઈ ધડુક, રેન્જ આઇ.જી.  સંદીપસિંહ તેમજ રાજકોટ એસ.પી. બલરામ મીણાની ઉપસ્િિતમાં જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી જયેશભાઇએ જણાવ્યું હતું કે, જેતપુર શહેર ને વધુ એક આધુનિક  સુવિધાનો લાભ પ્રાપ્ત ઈ રહ્યો છે, જે જેતપુર શહેરની ગતિ વિધિની સો શહેરમાં કાયદો અને વ્યવસ જાળવવામાં ખૂબ જ ઉપયોગી પુરવાર શે. તેમણે આ તકે “જેટ આઈ સી.સી.ટીવી કેમેરા પ્રોજેક્ટમાં સહયોગી નાર શ્રેષ્ઠીઓને બિરદાવ્યા હતા. આ પ્રસંગે પોરબંદરના સાંસદરમેશભાઈ ધડુકએ જણાવ્યું હતુ કે જેતપુરની જેમ “જેટ આઇ  પ્રોજેક્ટ તમામ શહેરોમાં કાર્યરત ાય તે માટે સરકાર પ્રયત્નશીલ છે.  રાજકોટ જિલ્લા વડા પોલીસ વડા બલરામ મીણાએ જેતપુર શહેરમાં ૪૮  કેમેરા દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે તેમ જણાવી શહેરના દરેક સર્કલ પર લગાવેલ સ્પીકરી લોકોને ઉપયોગી સૂચનો કરી શકાય તેવી વ્યવસ કરવામાં આવી હોવાનું તા લાઈટ જતા બેકઅપ મળે તે માટે કેમેરામાં વગાવવામાં આવેલ ચીપની બાબતે વિગતો આપી હતી.

Advertisement

26 1

અત્રે ઉલ્લેખનિય છે કે, જેતપુર શહેરમાં આજે લોકાર્પણ યેલ “જેટ આઈ સીસી ટીવી કેમેરા પ્રોજેક્ટમાં ૪૮ કેમેરા દ્વારા સમગ્ર શહેરનું મોનીટરીંગ કરાશે. આ પ્રોજેકટ પાછળ યેલ રૂ પિયા ૩૦ લાખના ખર્ચ પૈકી ૧૫ લાખ રૂપિયા નગરપાલિકા દ્વારા તા ૧૦.૫ લાખ રૂપિયા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન દ્વારા અને ૪.૫ લાખ રૂપિયા સામાજિક સંસ તેમજ શહેરના શ્રેષ્ઠીજનો દ્વારા આપવામાં આવ્યા છે.

જેતપુર  માં “જેટ આઈ” પ્રોજેક્ટ લોકાર્પણ કાર્યક્રમને સફળ બનાવવા નાયબ જિલ્લા પલીસ અધિક્ષક સાગર બાગમાર, એલસીબી પી.આઈ.  રાણા, જેતપુર સિટી પી.આઈ. જે.ડી. કરમુર, તાલુકા પી.એસ.આઇ. પી.જે.બાટવા સહિતના અધિકારીઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી. આ પ્રસંગે ચીફ ઓફિસર નવનીત પટેલ, અગ્રણી સર્વ સુરેશભાઈ સખરેલિયા, જયંતીભાઈ રામોલિયા, હરેશભાઈ ગઢિયા, વી.ડી.પટેલ સહિત મહાનુભાવો ઉપસ્તિ રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.