Abtak Media Google News

જલારામ જન્મોત્સવ સમિતિના કાર્યાલયનો પ્રારંભ: મહાપ્રસાદ, મહાઆરતી, જલારામ સંગીત સંધ્યા, જલારામ ઝુંપડી દર્શન સહિતના કાર્યક્રમો યોજાશે

જલારામબાપાની ૨૧૮મી જન્મજયંતિને શાનદાર રીતે ઉજવવા રાજકોટમાં જલારામ જન્મોત્સવ સમિતિના કાર્યાલયનો તાજેતરમાં કરણપરા કેશરીયા લોહાણા મહાજનવાડી રાજકોટ ખાતે પ્રારંભ કરાયો હતો. રાજકોટ લોહાણા મહાજન પ્રમુખ કાશ્મીરાબેન નથવાણી તથા સર્વે જલારામ ભકતોના હસ્તે દિપ પ્રાગટય કરી કાર્યાલય શરૂ કરવામાં આવ્યું છે. કાર્યાલય પ્રારંભે સ્વાગત પ્રવચન જલારામ જન્મોત્સવ સમિતિના રમેશભાઈ ઠકકર દ્વારા કરવામાં આવ્યું હતું. જલારામબાપાની શોભાયાત્રાની રૂપરેખા પ્રવિણભાઈ કાનાબાર દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન કાશ્મીરાબેન નથવાણી, યોગેશભાઈ પુજારા, સુરેશભાઈ કાથરાણી, નિતીન નથવાણી તથા સર્વે જલારામ ભકતો દ્વારા તા.૨૭/૧૦ને શુક્રવારે જલારામ જયંતી અંતર્ગત યોજાનાર શોભાયાત્રામાં સર્વે જલારામ ભકતોને સામેલ થવા તથા મહાપ્રસાદ-મહાઆરતીનો લાભ લેવા અપીલ કરાય છે.  મનીષભાઈ સોનપાલ, રમણભાઈ કોટક, વજુભાઈ વિઠલાણી, કલ્પેશભાઈ તન્ના, વિનોદભાઈ પોપટ, હિતેશભાઈ પોપટ, અજયભાઈ ઠકરાર, વિજયભાઈ કારીયા, પરેશભાઈ વિઠલાણી, શિલ્પાબેન પુજારા સહિતના ઉપસ્થિત રહ્યા હતા. તેમજ શોભાયાત્રામાં જોડાઈ રાજકોટને વીરપુર જાપ કરવામાં આવશે તથા જલારામબાપાની શોભાયાત્રામાં વિશાળ સંખ્યામાં ટુ-વ્હીલરો, ફોર વ્હીલરો, સાંસ્કૃતિક, ધાર્મિક ફલોટ સાથે જલારામ ભકતો સામેલ થશે. ગત વર્ષમાં શોભાયાત્રા જોડાનાર ફલોટ હોલ્ડરોનું શિલ્ડ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ સદગુરુ પરિવાર ટ્રસ્ટ, બજરંગ મિત્ર મંડળ ટ્રસ્ટ, બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટ, રઘુવંશી યુવા ગ્રુપ, વોર્ડ નં.૧૦, વોર્ડ નં.૮, વોર્ડ નં.૧૪, રઘુવંશી યુવા ગ્રુપ, દેવપરા શાકમાર્કેટ એસોસીએશન, રઘુવંશી પરીવાર-રાજકોટ, લોહાણા યુવક પ્રગતિ મંડળ, ચિલ્ડ્રન સોસાયટી, મિત્ર મંડળ, શ્રીજી ગૌશાળા, એનીમલ હેલ્પલાઈન, રઘુવંશી યુવા ગ્રુપ, સાધુ વાસવાણી રોડ, નરેન્દ્રભાઈ ખોલીયા વગેરે ફલોટ હોલ્ડરોનું સન્માન કાશ્મીરાબેન નથવાણી, યોગેશભાઈ પુજારા, શિલ્પાબેન પુજારા, દિલીપભાઈ ચંદારાણા, જલારામ ભકતોના હસ્તે કરવામાં આવ્યું હતું. જલારા જન્મોત્સવ સમિતિનું કાર્યાલય દરરોજ ૯ થી ૧૧ દરમ્યાન ખુલ્લું રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.