Abtak Media Google News

ગામો- ગામ મહાઆરતી, મહાપ્રસાદ, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા: વિરપુરમાં દર્શન કરવા લાખો ભકતો ઉમટયાં

ગઇકાલે પ.પૂ. સંત શિરોમણી જલારામ બાપાની રર૦મી જન્મજયંતિની સૌરાષ્ટ્રભરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઇ હતી. ગામો ગામ ઢોલ નગારા, ડી.જે. સાથે શોભાયાત્રા, મહાઆરતી અને મહાપ્રસાદનો મોટી સંખ્યામાં ભકતોએ લાભ લીધો હતો. ગુંદા, ગાંઠીયા, ખીચડી, કઢી નો પ્રસાદ ગ્રહણ કરી ભાવિકોએ ધન્યતા અનુભવી હતી વિરપુરમાં જલારામ બાપાના દર્શનાર્થે લાખો ભકતો ઉમટયાં હતા. વિરપુર ગામ જય જલિયાણાના નાદથી ગુંજી ઉઠયું હતું.

Advertisement

ઓખા

Okha Jla Jeti

હાલારના ઓખા મંડળમાં જલીયાણાના નાદ સાથે ઠેર ઠેર બાપાની શોભાયાત્રા નીકળી હતી. ઓખામાં રધુવંશી સેવા સમીતીના નેજા હેઠળ દર વર્ષની માફક આ વર્ષે પણ ખુબ ઉત્સાહ પૂર્વક જલારામ જયંતિ ઉજવવામાં આવી હતી. જેમાં ઓખા વ્યોમાણી ધામમાં આવેલ જલારામ મંદીરે ઘ્વજા રોહણ સાથે અન્નકોટ દર્શન રાખવામાં આવેલ. જેમાં ઓખા ગામના રધુવંશી સમાજના દરેક સભ્યો હાજર રહ્યા હતા. અને ઓખાના ૩૦૦ રધુવંશી પરીવારોએ બાપાની સમુહ પ્રસાદી સાથે લીધી હતી. અને બાપાની પહેલી કહેવત ‘અન ભેગા તેના મન ભેગાની’સાર્થક કરી હતી.

વેરાવળ- સોમનાથ

Img 20191104 Wa0016 Color

વેરાવળ-સોમનાથમાં સંત શિરોમણી જલારામ બાપાની જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત શોભાયાત્રા, મહાઆરતી, ૧૦૮ દિવડાની આરતી, બન્ને ટાઇમ સમુહપ્રસાદી સહીતના અનેકવિધ ધાર્મિક કાર્યક્રમનું આયોજન રધુવંશીઓ દ્વારા કરવામાં આવ્યું છે. જલારામ જયંતિને લઇ વેરાવળની મુખ્ય બજારો અને રાજમાર્ગો  પર ઘ્વજા-પતાકા બેનરો કમાનોથી શણગારી અને રંગબેરંગી લાઇટોની સજાવટ કરી જલારામમય વાતાવરણ ખડુ કરવામાં આવેલ છે. જયારે મોટી શાક માર્કેટ પાસે આવેલ જલારામ મંદીરે સવારે ૭ અને બપોરે ૧ર વાગ્યે મહાઆરતી વિશેષમાં સાંજે ૬.૩૦ વાગ્યે નાસિકના ઢોલ-નગારા સાથે સંધયા આરતી, સાંજે ૪થી રાત્રીના ૯ અન્નકોટના દર્શન, રાત્રે ૧૦ વાગ્યે સત્યાનારાયણ ભગવાનની કથા સહીત દિવસભર ધુન-ભજનના કાર્યક્રમો મંદીરે યોજાયો હતા. આ ઉપરાંત મંદિર ખાતેથી બપોરે અઢી વાગ્યે રધુવંશી આગેવાનોની હાજરીમાં શોભાયાત્રા નીકળી હતી. શહેરના ટાવર ચોકમાં રાયઠઠ્ઠા પરિવાર દ્વારા ખાસ જલારામ બાપાનો ફલોટ ઉભો કરી સાંજે ૭ વાગ્યે ૧૦૮ દિવડાની મહાઆરતી કરાયેલ.

આ ઉ૫રાંત પ્રભાસપાટણમાં પણ જલારામ જયંતિની ઉજવણી માટે લંડનમાં વસતા એનઆરઆઇ પરિવારે બનાવેલ જલારામ મંદિરથી બપોરે શોભાયાત્રા નીકળી હતી. પ્ર.પાટણ લોહાણા મહાજન પ્રમુખ લાલભાઇ અટારાના નેજા હેઠળ લોહાણા વંડીમાં બન્ને ટાઇમ સમુહજ્ઞાતિ પ્રસાદનું આયોજન કરાયેલ છે.

ગીર સોમનાથ જીલ્લાના વડા મથક વેરાવળ ખાતે સંત શિરોમણી જલારામબાપાની જન્મજયંતી નિમિતે શોભાયાત્રા, ૧૦૮ દિવડાની મહા આરતી, બન્નેટાઇમ સમૂહભોજન, સાથે અનેક ધામીઁક કાર્યક્રમનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. રઘુવંશી સમાજ માટે દિવાળીના તહેવાર સમાન જલારામ બાપાની ૨૨૦મી જન્મજયંતિ નિમિતે લોહાણા મહાજન સમાજ દ્રારા શહેરના અનેક માગોઁ પર ધ્વજા, પતાકા, બેનરો, રોશની, રંગોળીઓ કરી શહેર જલારામમય બનાવ્યુ હતુ.જલારામ મંદિરે જલારામબાપાની જીવનશૈલી પર વિવિધ ફલોટોનો શણગાર તેમજ અન્નકોટના દર્શન અને આરતી રાખવામા આવેલ હતી. જલારામ મંદિરથી શાહીરથમા જલારામબાપાની શોભાયાત્રા શહેરના મુખ્ય માર્ગો પર ધામધૂમથી ડી.જેના તાલે નીકળી  હતી જેનુ ઠેરઠેર દરેક સમાજ દ્રારા ફૂલહારથી સ્વાગત કરાયુ હતુ અને ઠેરઠેર ઠંડાપીણાના સ્ટોલો તેમજ સમૂહભોજનનુ પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

જામજોધુપર

Img 20191103 Wa0200

જોામજોધપુર રધુવંશી યુવક મંડળ દ્વારા જલારામ જયંતિ અંતર્ગત બપોરે સમુહ જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં જામજોધપુરથી વિરપુર જનાર પદયાત્રીઓ તેમજ ભોજન કાર્યક્રમમાં સેવા આપનાર સ્વયંસેવકનું શિલ્ડ આપી સન્માન કરાયું હતું. આ પદયાત્રીશ્રીઓનો ખર્ચ તેમજ શિલ્ડ થી સન્માન કાર્યક્રમ દાતા રજન્નીકાંત અમૃતલાલ ચોટાઇ હસ્તે (મુન્નાભાઇ ચોટાઇ) પરિવારે રહ્યો હતો. જામજોધપુરમાં પુ. જલારામ બાપાની રર૦મી જન્મ જયંતિ ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સવારે પૂ. બાપાની આરતી, પુજન તેમજ અન્નકોટ મહાદર્શનનો કાર્યક્રમ રાખેલ હતો. બપોરબાદ વિશાળ શોભાયાત્રા નીકળેલ જે શહેરના મુખ્ય માર્ગ પર જય જલારામના નારા સાથે ફરી વળી હતી.

આ શોભાયાત્રામાં જલારામ મંદીરના પ્રમુખ વિજયભાઇ સોઢા, ભાજપ અગ્રણી તેમજ લોહાણા સમાજના આગેવાન ચીમનલાલ અશાણી, રમેશભાઇ રાયઠઠ્ઠા, રધુવંશી યુવક મંડળ ના પ્રમુખ મુન્નાભાઇ ચોટાઇ સહીત જ્ઞાતિ અગ્રણીઓ જલારામ ભકતો જોડાયા હતા. અને શોભાયાત્રા બાદ મહાપ્રસાદનો લાભ લીધો હતો. આ પ્રસંગે પૂર્વ કેબીનેટ મંત્રી ચીમનભાઇ સાપરીયા, નવા ધારાસભ્ય ચિરાગભાઇ કાલરીયા ઉ૫સ્થિત રહેલ.

કેશોદ

Img 20191103 Wa0200

કેશોદ ખાતે જલારામ બાપાની જન્મ જયંતિ નીમીતે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. જલારામ મંદીરે વિવિધ શણગાર કરવામાં આવેલ વાહનમાં જલારામ બાપાની વિવિધ પ્રતિભાવાળી મુર્તિઓ સાથે શણગારવામાં આવેલ વાહનો સાથે વિશાળ રેલી શહેરના વિવિધ બજારોમાં શોભાયાત્રા રુપે ફરી હતી અને શોભાયાત્રા પુરી થયા બાદ સાંજના જલારામ મંદીર ખાતે સમુહ ભોજનનું આયોજન કરવામાં આવેલ હતું. તેમાં પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા. કેશોદ ખાતે લોહાણા  સમાજ તથા જલારામ મંદીર સેવા સમીતી વગેરે દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજાઇ હતી.

ઉના

20191103 085410 Color

ઉના શહેરમાં જલારામ બાપાની રર૦ જન્મ જયંતિની નિમિતે લોહાણા સમાજે જે બહુ મોટી સંખ્યામાં જલારામ બાપાની પાલખી યાત્રા કાઢી હતી અને તે પાલખી શહેરની બજારોમાં મેન બજારથી લઇને ત્રિકોણબાગ ટાવર ચોક સુધી નીકળી હતી. તેમાં લોહાણા સમાજના અગ્રણીઓએ પાલખી દરમિયાન ઠંડા પીણા તેમજ આઇસ્ક્રીમ વ્યવસ્થા વ્યવસ્થા તેમજ હરેશ વસતું ની પ્રસાદી રુપે આપી હતી. અને આ પાલખી રંગે ચંગે અને હર્ષાલ્લાસથી નીકળતાં લોહાણા સમાજમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અને આ પાલખીને જલારામ વાડીએ પૂર્ણ કરવામાં આવી હતી. તેમજ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન લોહાણા સમાજના અગ્રણીઓએ કર્યુ હતું.

ખંભાળીયા

ખંભાળીયામાં સમસ્ત રધુવંશી સમાજ દ્વારા છેલ્લા એક દાયકાથી જલારામ જયંતિની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જલારામ કે નામ પ્રમાણે દિવસભર જુદા જુદા કાર્યો કરવામાં આવે છે. જેમાં સવારે જલારામ મંદીરે મહાઆરતી તથા થાળ અને નુતન ઘ્વજા રોહણ કરવામાં આવે છે મંદીરના તમામ કાગરાઓની સજાવી પરિસર અદભુત બનાવવામાં આવે છે. જલારામ બાપાની રંગોળી સન્મવય થી એવો માહોલ સર્જાય છે. કે પ્રત્યેક રધુવંશીએ અહીં શીશ ઝુકાવવા આવું જ પડે. બાદમાં પરંપરાગત પ્રણાલી અંતર્ગત લોહાણા સમાજના પાટલાગોર સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનો પ્રસાદ અને સાંજે ચાર વાગ્યેથી શોભાયાત્રાની શરુઆત થઇ હતી. આ યાત્રા મેઇન માર્ગ પર થઇ મહાજનોની જુની મહાજનવાડીમાં સમાપ્ત થઇ હતી. સમાપન સાથે સમસ્ત લોહાણા સમાજ તથા અન્ય તમામ શ્રઘ્ધાળુનો જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર ભોજન પ્રસાદ યોજાયો હતો.

ઉના

ઉના શહેરમાં જલારામ બાપાની ૨૨૦ જન્મ જયંતી નિમિત્તે લોહાણા સમાજે બહુ મોટી સંખ્યામાં જલારામ બાપાની પાલખી યાત્રા કાઢી હતી અને તે પાલખી શહેરની બજારોમાં મેન બજાર થી લઈને ત્રિકોણબાગ ટાવર ચોક સુધી નીકળી હતી તેમાં લોહાણા સમાજના અગ્રણીઓએ પાલખી દરમિયાન ઠંડા પીણા તેમજ આઈસ્ક્રીમ વ્યવસ્થા તેમજ હરેક વસતું ની પ્રાસાદી રૂપે આપી હતી અને આ પાલખી રંગે ચંગે અને હર્ષોલ્લાસથી નીકળતાં લોહાણા સમાજમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને આ પાલખીને જલારામ વાડીએ પૂર્ણ કરવામાં આવી હતી તેમજ બપોરે મહાપ્રસાદનું પણ આયોજન લોહાણા સમાજના અગ્રણીઓએ કર્યું હતું.

માણાવદર

Img 20191103 Wa0010

માણાવદરમાં જલારામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં માણાવદર બાવાવાડીમાં આવેલ જલારામ મંદિરેથી ભવ્ય શોભાયાત્રા નિકળી હતી.

બગસરાImg 20191104 101656

 

બગસરામાં સવારે જલારામ માપાનું વિધિવત રીતે પૂજન કરવામાં આવ્યું હતુ તેમજ બપોરના ૧૨ કલાકે ગં.સ્વ. મંગળાબેન અમૃતલાલ મસરાણી તેમજ નવીનભાઈ, દીપકભાઈ, સંજયભાઈ, ભાવેશભાઈ, હાર્દિકભાઈ, વૈભવભાઈના સહયોગથી સાધુ ભોજન તેમજ પૂ. બાપાની વર્ણાગીમાં પ્રસાદ તેમજ અનકૃટ ધરવામાં આવ્યો હતો. તમેજ બપોર બાદ ૪ કલાકે લોહાણા સમાજની હાજરીમાં પૂ. બાપાની વર્ણાંગી શહેરના મુખ્ય માર્ગો કૂકાવાવ નાકા, સ્ટેશન રોડ, વિજય ચોક, પરથી પસાર કરવામ આવી હતી. ડી.જેનો સહયોગ રાજનભાઈ ખીરેયાએ કર્યો બાપાને ફૂલહારનો સહયોગ ગોવા ધીરજલાલ ખીરેયા તેમજ બગીના સહયોગી અજય ભાઈ સાગલાણી હતા તથા સાંજના સાત કલાકે પૂ. બાપાની મહાઆરતી કરવામાં આવી હતી.

ગારીયાધાર

20191103 190635

 

ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકા જલારામ બાપાની ૨૨૦ મી જન્મ જયંતી ઉજવવામાં આવી હતી જેમા ઘણા ભક્તો લાભ લીધો હતો. જેમાં ગારીયાધાર ગામમાં, ભવ્યાતિભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જલિયાણ જોગીનું પવિત્ર નામ લઈને આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યું હતુ. તેમજ વહેલી સવારે પૂજા-અર્ચના તથા અન્નકુટ પણ ધરાવવામાં આવ્યો હતો.સાથે સાથે બપોરે પ્રસાદીનો આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે ભજન અને ભોજનનો પણ આયોજન કરવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.