Abtak Media Google News

જલારામ બાપાની 223 જન્મ જયંતિ નિમિતે

જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ દ્વારા જી.પૂ. શ્રી જલારામબાપાની 223 મી જન્મ જ્યંતી નિમિતે 31 ઓકટોબર ના રોજ વિના મુલ્યે સર્વ રોગ નિદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ હોસ્પિટલ ખાતે તા . 31 ઓકટોબર સોમવારે સવારે 9 થી 1 યોજાનાર છે .

જેમાં હોસ્પિટલ માં સેવા આપતા નિષ્ણાંત તબીબો જેવા કે ન્યુરો સર્જન તરીકે સેવા આપનાર ડો . નીધીકુમાર પટેલ , એમ . ડી . ફિઝીશ્યન તરીકે સેવા આપનાર ડો . વંદન કાનાબાર , ડો . ધ્રુવ કોટેચા , યુરોલોજિસ્ટ તરીકે સેવા આપનાર ડો . સુશીલ કારિયા , પલ્મોનોલોજીસ્ટ તરીકે સેવા આપનાર ડો . ધવલ  ડો . દીપલ સોલંકી , ઈ એન ટી સર્જન તરીકે સેવા આપનાર ડો . હિમાંશુ ઠક્કર , સાયકાટ્રીક તરીકે સેવા આપનાર ડો . વિશાલ ભટ્ટ , ડેન્ટલ તરીકે સેવા આપનાર ડો . શ્રુતિ ભાલાળા , ફિઝીયોથેરાપી તરીકે સેવા આપનાર ડો . જયના પંડ્યા , ડો . ખ્યાતિ તાડા , ઓર્થોપેડિક તરીકે સેવા આપનાર ડો.કેલ્વિન વૈષ્ણનાણી , ડો . પ્રકાશ વાછાણી , આથ્રોસ્કોપીક સર્જન તરીકે સેવા આપનાર ડો . અભિષેક ગોલ , જનરલ સર્જન તરીકે સેવા આપનાર ડો . ધર્મેશ શાહ ,, ડો . વિરલ વસાવડા , સ્કિન સ્પેશ્યલિસ્ટ તરીકે સેવા આપનાર વનશ્રી ચંદારાણા વગેરે તજજ્ઞો સેવા આપશે.

આ કેમ્પ માં ઓ પી ડી ક્ધસલ્ટેશન , ફેફસાની ફરી તપાસ વિના મુલ્યે કરી આપવામાં આવશે જયારે લેબ તથા અન્ય રિપોર્ટમાં 30 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ઉપરાંત હોસ્પિટલ માં વિશેષ સુવિધા માં કેન્સર ની સારવાર , ક્રિમોથેરાપી , રેડિએશન થેરાપી ની સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ વિના મુલ્યે થાય છે . તદઉપરાંત હોસ્પિટલ માં ઇસ્યુરન્સ કાર્ડ ધારકો માટે કેશલેશ /રીબર્સમેન્ટ ની સુવિધા પણ ઉપલબ્ધ છે . કેમ્પ માં નામ નોંધાવવું જરૂરી છે.

કેમ્પ નામ નોંધાવવા અને વધુ માહિતી માટે શ્રી જલારામ રઘુકુળ સાર્વજનિક હોસ્પિટલ , શ્રીનાથજી ટાવર પાછળ , પંચવટી સોસાયટી રાજકોટ ખાતે અથવા 0281 2450551 / 52/53 મોં . 7874609000 પર સંપર્ક સાધી શકાશે .

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.