Abtak Media Google News

મોરબી દુર્ઘટનામાં મોતને ભેટેલા હતભાગીઓને શ્રધ્ધાંજલી અર્પણ

અખંડ ભારતના શિલ્પી અને પ્રજાવત્સલ રાજપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની 147મી જન્મજયંતીની ઉજવણી અન્વયે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે રાજકોટના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં મોરબી ખાતે સર્જાયેલી પુલ દુર્ઘટનાના દિવંગતો માટે બે મિનીટ મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Dsc 8859 1

રાષ્ટ્રની અકતા અને અખંડીતતાના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની દર વર્ષે ઉજવણી થાય છે. આ વર્ષે સમગ્ર દેશમાં એક ભારત, શ્રેષ્ઠ ભારત અને આઝાદી કા અમૃત મહોત્સવની થીમ હેઠળ રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અન્વયે રાજકોટ ખાતે પોલીસ પરેડ ગ્રાઉન્ડથી બહુમાળી ભવન સુધી રન ફોર યુનિટી યોજાઈ હતી.

Dsc 8831

આ તકે ઉપસ્થિત તમામ પદાધિકારીઓ, હોદેદારો, અધિકારીઓ અને નગરજનોને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવએ રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા.

Dsc 8866 1

રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી  દેવ ચૌધરી અને પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ સહિતના મહાનુભાવોએ ફલેગ ઓફ આપી રન ફોર યુનિટીનો પ્રારંભ કરાવ્યો હતો.

Dsc 8869

જેમાં પોલીસ જવાનો, એન.સી.સી. કેડેટ્સ, રમતવીરો, યોગ ટીચરો, વિવિધ સામાજિક સંસ્થાના સભ્યો અને શહેરીજનો જોડાયા હતા. આ પ્રસંગે નાયબ મ્યુનિસિપલ કમિશ્નર એ.કે.સિંઘ અને  આશિષ કુમાર, ડી.સી.પી. ક્રાઈમ   પાર્થરાજસિંહ ગોહિલ, ડી.સી.પી ઝોન – 1  સુધીર કુમાર, જિલ્લા રમત ગમત અધિકારી રમા મદ્રા સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.