Abtak Media Google News

નજીવી બાબતમાં  જીવન ટુકાવ્યું 

 

                         Daily Wagers Top People In India Who Committed Suicide In 2020: Ncrb - The Economic Times

  

                    જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના ગોપ ગામના એક યુવાનને તેના પિતાએ કામ ધંધો કરવા બાબતે ઠપકો આપતાં માઠું લાગવાથી ટ્રેન હેઠળ પડતું મૂકી આત્માહત્યા કરી લીધી છે.

                         જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં રહેતા અને છૂટક મજૂરી કરતા મહેશ ઉર્ફે કાનો રાજુભાઈ ગરચર નામના ૨૨ વર્ષના યુવાને મોટી ગોપ ગામના રેલવે સ્ટેશન નજીક ની રેલ્વે લાઈન પર ટ્રેન હેઠળ પડતું મૂકી આત્મહત્યા કરી લીધી છે.

                         આ બનાવ અંગે મૃતકના પિતા રાજુભાઈ નાજાભાઇ ગરચરે પોલીસને જાણ કરતાં જામજોધપુર પોલીસે

મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

                  પોલીસમાં જાહેર કરાયા અનુસાર મૃતક કામ ધંધો કરતો ન હોવાથી તેના પિતાએ ઠપકો આપ્યો હતો.  લાગી આવતાં આ પગલું ભરી લીધાનું જાહેર થયું છે.

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.