Abtak Media Google News

 

                    જામનગર જિલ્લાના કાલાવડ માંથી ૯૬૦ નંગ નશાકારક પીણાંની બોટલોનો જથ્થો સ્થાનિક પોલીસે પકડી પાડયો છે, અને વધુ તપાસ આરંભી છે.

કાલાવડમાંથી ૯૬૦ નશાકારક પીણાંની બોટલનો જથ્થો પકડાયો

કાલાવડના  પો.ઇસન.વી એસ પટેલ અને સ્ટાફ પેટ્રોલિંગ માં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ નાં કુંભનાથપરા ,વેલનાથ ચોક મા રહેતો બિપિન રાકેશભાઈ ધરેવડિયા દ્વારા શંકાસ્પદ નશાકારક પીણાંનો જથ્થો ઉતારવામાં આવ્યો છે,અને તેનું વેચાણ કરે છે. આ બાતમીના આધારે સ્થાનિક પોલીસ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો .

                    જે દરોડા દરમિયાન તેને ત્યાં થી રૂ.૧ લાખ ૪૪ હજાર ની કિંમત નો ૯૬૦ નંગ નશાકારક કેફી પીણા પ્રવાહી ની બોટલો નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે તે કબજે કરી લીધો છે, અને કાલાવડ પોલીસ મથકમાં જાણવા જોગ એન્ટ્રી દાખલ કરાવી છે.અને વધુ તપાસ હાથ ધરી છે.

 

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.