Abtak Media Google News

જમ્મુ કશ્મીરમાં આજ સવારે એક બસની અંદર બ્લાસ્ટ થયો હતો. જેમાં 28 જેટલા લોકો ઘાયલ થયા હતા. તેમાથી 2 લોકોની હાલત ગંભીર છે. આ ઘટના ની જાણ થતાં જ જમ્મુ પોલીસ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. પોલીસે હાલ સમગ્ર વિસ્તાર કોર્ડન કરી ને તપાસ શરૂ કરી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે બસમાં ગ્રેનેડથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં 28 જેટલા લોકો ઘાયલ થયા હતા. ઘાયલ લોકોમાં બસ ડ્રાઈવર અને કંડક્ટરનો પણ સમાવેશ થઈ છે. પોલીસ હાલ આસપાસના વિસ્તારો માં તપાસ કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.