Abtak Media Google News

જામનગરમાં કોરોનાનો દૈત્ય વધુ 26 લોકોને ભરખી ગયો છે. 24 કલાકમાં શહેરમાં 189 અને જિલ્લામાં 123 મળી કુલ 312 લોકો સંક્રમીત થયા છે. જેની સામે 159 દર્દી સ્વસ્થ થતાં ડિસ્ચાર્જ કરાયા છે. દર્દીઓથી સરકારી અને ખાનગી હોસ્પિટલો ઉભરાતા જાયે તો જાયે કહાંની સ્થિતિ પ્રર્વતી રહી છે.

કોરોનાની સારવાર માટે હોસ્પિટલોમાં પડાપડી થઇ રહી છે. શહેરમાં 79 અને જિલ્લામાં 80 દર્દીઓએ કોરોનાને મહાત આપતા ડિસ્ચાર્જ કરાયા છે. જામનગર શહેરમાં નાઇટ કફર્યુ અમલી બન્યા પછી રાત્રીના 8 વાગ્યા બાદ શહેરના રસ્તાઓ સૂમસામ બની જાય છે. સામાન્ય સંજોગોમાં રાત્રે પણ ધમધમતા સત્યમ કોલોની રોડ પર ચકલું પણ ફરકતું નથી.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.