Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગર અને આસપાસના વિસ્તારમાં રસ્તે રઝળતા ખૂટીયાએ વધુ એક માનવ જિંદગી છીનવી છે, અને એક આશાસ્પદ યુવાનનો ભોગ લેવાયો છે. જામનગર-ખીજડીયા બાયપાસ રોડ પર સમરસ હોસ્ટેલ પાસે  એક ખૂટીયાએ એકટીવા સ્કૂટર ચાલકને હડફેટમાં લેતાં સ્કૂટર ફંગોળાયું હતું, જેમાં ઇજાગ્રસ્ત બન્યા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.

જામનગરમાં હર્ષદ મિલની ચાલી પાસે રહેતો મહેશ કાનજીભાઈ સોલંકી નામનો ૧૮ વર્ષનો યુવાન ગત ૧લી તારીખે પોતાનું એકટીવા સ્કૂટર લઈને સમરસ હોસ્ટેલ પાસેથી પસાર થઈ રહ્યો હતો, જે દરમિયાન માર્ગ પર ખુટિયો આડો આવ્યો હતો.અને તેનું સ્કૂટર ફંગોળાયું હતું, જેમાં મહેશ સોલંકી ને ગંભીર ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન આજે સવારે તેનું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં પંચકોશી બી. ડિવિઝનનો પોલીસ સ્ટાફ જી.જી. હોસ્પિટલમાં દોડી ગયો છે, અને મૃતદેહ નો કબ્જો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે. આમ જામનગર પંથક માં રસ્તે રઝડતા ખૂંટિયાના કારણે વધુ એક માનવ જિંદગી હોમાઈ છે.

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.