Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરમાં મોહન નગર આવાસમાં રહેતા અને ૧૧માં ધોરણમાં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી ગઈકાલે બપોરે સ્કૂલે જતો હતો, દરમિયાન તેના બિલ્ડિંગ પાસેથી જ અપહરણ થઈ ગયું હતું અને પિતા દ્વારા અપહરણની ફરિયાદ નોંધાવાઈ હતી. જે મામલામાં પોલીસે સીસીટીવી કેમેરાઓ ચેક કર્યા પછી અપહરણ કરનારને પકડવા માટેની કવાયત હાથ ધરી છે. જોકે એક તબક્કે બાળક સલામત નહીં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. સમગ્ર મામલામાં સીટી એ. ડિવિઝન પોલીસની ટિમ વધુ તપાસ ચલાવે છે.
આ બનાવવાની વિગત એવી છે કે જામનગરમાં મોહનનગર આવાસના બિલ્ડીંગ નંબર ૧૫માં બ્લોક નંબર ૩૦૨ માં રહેતા અને કેટરર્સ તરીકે નોકરી કરતા ગોપાલભાઈ વલ્લભભાઈ પીઠડીયા ના ૧૭ વર્ષના પુત્ર નું અપહરણ કરાયું હતું ગઈકાલે બપોરે ૧.૦૦ વાગ્યે ૧૧ માં ધોરણમાં અભ્યાસ કરતો હતો .

Advertisement

ગોપાલભાઈ નો પુત્ર સ્કૂલે જવા માટે નીકળ્યો હતો, જે એકાએક લાપતા બન્યો હતો, અને સ્કૂલના ડ્રેસ અને દફતર સાથે જ ગાયબ થયો હતો. પરિવારજનો દ્વારા ભારે શોધખોળ પછી પણ તેનો પતો નહીં સાંપડતા આખરે સીટી એ. ડિવિઝન નો સંપર્ક સાધવામાં આવ્યો હતો, અને અપહરણ અંગેનો ગુનો દાખલ કરાવ્યો હતો.

તે મામલાની પોલીસ દ્વારા ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી હતી, અને મોહન નગર આવાસના બિલ્ડીંગના સીસીટીવી કેમેરા ચેક કરતાં ત્યાંથી જ એક બાઈકમાં બાળકનું અપહરણ કરી લેવાયું હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.તેથી પોલીસ તંત્ર દ્વારા ઝીણવટ ભરી તપાસના અંતે બાળકને અપહરણ કરી જનારના ફૂટેજ ના આધારે તેમની ઓળખ મેળવી લીધી હતી, અને અપહરણ કરનાર અને બાળકને શોધવાનો પ્રયત્ન કર્યો હતો. સમગ્ર પ્રકરણમાં બાળક સલામત નહીં હોવાનું પોલીસ દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે, અને તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરાયા છે. નજીકના ભવિષ્યમાં જ આ પ્રકરણમાં મોટો ખુલાસો થાય તેમ મનાઈ રહ્યું છે.

સાગર સંઘાણી

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.