Abtak Media Google News

જામનગર  સમાચાર

જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતાની માલિકીની એક્ ટગ કે જેણે શનિવારે રાત્રે કચ્છ નજીકના દરિયામાં જળ સમાધિ લઈ લીધી છે. જે ટગમાં બીએસએફના બે જવાનો તેમજ પાચ ક્રુ મેમ્બરો હતા. જે તમામ નવને સ્થાનિક વિસ્તારના માછીમારોએ બચાવી લીધા હતા.

જામનગર મહાનગરપાલિકાના પૂર્વ વિપક્ષના નેતા યુસુફભાઈ ખફી કે જેઓની માલિકીની બી.પી. નંબર ૧૨૬૪ ‘નવાબ’ નામની ટગ કે જે કચ્છના કોરીક્રિકમાં બીએસએફ દ્વારા બાંધકામ ચાલી રહ્યું છે, જે સ્થળે સામાન લઈને જતી હતી.દરમિયાન પૂનમની રાતે દરીયામાં ખૂબ જ ભરતી હોવાથી કચ્છના નારાયણ સરોવર નજીકના દરિયામાં ટગમાં પાણી ભરાવા લાગ્યું હતું, અને ધીમે ધીમે ડુબવા લાગી હતી.

દરમિયાન સુરક્ષાના ભાગરૂપે ટગમાં બીએસએફના ૧ જવાનોને રખાયા હતા, જે જવાનો અને ૬ ક્રુ મેમ્બરો કે જેઓ જીવ બચાવવા માટે દરિયામાં કુદી પડ્યા હતા, અને નારાયણ સરોવર નજીકના દરિયામાં માછીમારોએ તાત્કાલિક અસરથી તમામ નવ લોકોને પોતાની માછીમારી બોટમાં ખેંચી લઈ સલામત રીતે બચાવી લીધા હતા, અને કાંઠે પહોંચાડી દીધા હતા.જેથી કોઈ જાનહાની થઈ ન હતી, પરંતુ પાણી ભરાઈ જવાના કારણે ટગે જળ સમાધિ લઈ લીધી છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.