Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી કોલેજીયન યુવતી ઉપર ગઈકાલે સાંજે છરી વડે જીવલેણ હુમલો કરી હત્યાનો પ્રયાસ કરાયો હતો, જે મામલે રાજકોટના એક શખ્સ સામે ગુનો દાખલ કરાયો છે. યુવતી સમક્ષ લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે યુવતીએ ઠુકરાવી દેતાં ઉશ્કેરાઇ ગયેલા આરોપીએ આ હુમલો કર્યાનું પોલીસમાં જાહેર થયું છે.

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતી મિતાલીબેન જીતેન્દ્રભાઈ મકવાણા (૨૧ વર્ષ) કે જેના ઉપર ગઈકાલે સાંજે હુમલો થયો હતો, અને છરીના ત્રણ ઘા જીકી દઇ લોહી લુહાણ કરી દેવાઈ હતી. જે યુવતી ને જામનગરની જી.જી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, અને તેના પર સર્જરી કરી દેવાઇ છે. જેથી હાલ તેની હાલત સ્થિર છે.

આ દરમિયાન સિટી બી. ડિવિઝન ના પી.આઈ.એચ.પી.ઝાલા તેમજ સ્ટાફના સલીમભાઈ વગેરે જી.જી. હોસ્પિટલે પહોંચી ગયા હતા, અને યુવતી ના પિતા જીતેન્દ્રભાઈ જયંતીભાઈ મકવાણા ની ફરિયાદ લીધી હતી, જે ફરિયાદના અનુસંધાને મિતાલીબેન પર હુમલો કરનાર રાજકોટના તુષાર રાઠોડ નામના શખ્સ સામે હત્યા પ્રયાસની કલમ ૩૦૭ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉપરોક્ત આરોપી બનાવ પછી ભાગી છૂટ્યો હોવાથી પોલીસ ટુકડી તેને શોધી રહી છે, અને તપાસનો દોર રાજકોટ સુધી લંબાવ્યો છે. પોલીસમાં જાહેર કરાયા તુષાર અવાર નવાર મીતાલી બેનને ફોન કરીને અથવા તો રૂબરૂ આવીને લગ્ન કરવા માટે દબાણ કરતો હતો. પરંતુ મિતાલીબેન તેની સાથે લગ્ન કરવા માંગતી ન હતી, અને ગઈકાલે સાંજે પણ જામનગર આવ્યા પછી લગ્નનો પ્રસ્તાવ મુકતાં તે પ્રસ્તાવ ઠુકરાવી દેવાયો હતો, જેના કારણે આ હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.

સાગર સંઘાણી

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.