Abtak Media Google News
  •   એડવોકેટની હત્યાના ગુન્હામાં સાયચા ગેંગનો ચોથો આરોપી ઝડપાયો 
  • અન્ય ૩  સાત દિવસના રિમાન્ડ પર

જામનગર ન્યુઝ :  જામનગરમાં થોડા પહેલાં એક એડવોકેટની સરાજાહેર હત્યા નિપજાવવામાં આવી હતી.જેમાં સંડોવાયેલા બેડીની કુખ્યાત સાયચા ગેંગના વધુ એક શખ્સને પોલીસે પકડી પાડ્યો છે. અને રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે. આ હત્યા પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ૪નો થયો છે.

જામનગરના બેડી વિસ્તારમાં ગત સપ્તાહે  એડવોકેટ હારૂનભાઈ પલેજાની  હત્યા નીપજવવામાં  આવી હતી. જેમાં  કુખ્યાત સાયચા ગેંગના ૧૫ શખ્સ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવાઈ  હતી. જે  ગુના નાં આરોપીઓ ને  પકડી પાડવા માટે એસપી પ્રેમસુખ ડેલુ એ  ડીવાયએસપી જે.એન. ઝાલા ના વડપણ હેઠળની સીટ ની તપાસ સમિતિ ની રચના કરવામાં આવી હતી.

દરમિયાન આ ગેંગના બશીર જુસબ સાયચા નામના એક આરોપી ને પોલીસ  દ્વારા ઝડપી લઇ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો  હતો. જેની ઊંડાણપૂર્વકની પૂછપરછ ના આધારે તપાસની પોલીસ ટુકડીએ સાયચા ગેંગના વધુ બીજા આરોપી સિકંદરની અટકાયત કરી લઇ તેને પણ સાત દિવસના રિમાન્ડ પર લેવાયો છે.ત્યાર બાદ હત્યા પ્રકરણના ત્રીજા આરોપી દિલાવર હુસેન કકકલ ની ધરપકડ કરી લીધી છે, જેને પણ ૭ દિવસના રિમાન્ડ પર લેવા કાર્યવાહી હાથ ધરી છે.દરમિયાંન આ પ્રકરણમાં વધુ એક ચોથા આરોપી સુલેમાન હુસેન કકકલ સુધીમાં આ હત્યા પ્રકરણમાં કુલ ધરપકડનો આંક ચાર નો થયો છે.

સાગર સંઘાણી 

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.