Abtak Media Google News

જામનગરમાં થોડા સમય પહેલાં થયેલી એક હત્યાના ઝડપાયેલા આરોપીને ગઈકાલે અદાલતમાં મુદ્દતે હાજર કરવા માટે લાવવામાં આવ્યા પછી આ આરોપીએ પોતાના પરિવારજનો સાથે ચા-નાસ્તો કરવા જવાની કરેલી માંગણી કેદી પાર્ટીના જવાને નકારતા તેમના પર આ કેદીએ હાથકડી વડે હુમલો કરી લોહીલુહાણ કરી નાખ્યા હતાં. પોલીસે ફરજમાં રૃકાવટ સહિતની કલમો હેઠળ ગુન્હોં નોંધ્યો છે.

Advertisement

જામનગરમાં થોડા સમય પહેલાં થયેલી એક હત્યાના ગુન્હામાં ઝડપાયેલા સન્ની શામજીભાઈ ઝાલા નામના શખ્સને કાચા કામના કેદી તરીકે જિલ્લા જેલમાં રાખવામાં આવ્યો છે. આ આરોપીની ગઈકાલે જામનગરની અદાલતમાં મુદ્દત હોય પોલીસ હેડક્વાર્ટરમાં રહેતા અને અનાર્મ લોકરક્ષક પોલીસ દળમાં ફરજ બજાવતા રવિ સુખાભાઈ પરાલીયા તથા અન્ય કેદી જાપતા પાર્ટીના ઈન્ચાર્જ હે.કો. જગદીશસિંહ બી. ઝાલા વિગેરે જિલ્લા જેલમાં લેવા પહોંચ્યા હતાં. જ્યાંથી સન્ની સામજીભાઈ સહિતના ૧૧ આરોપીઓને સરકારી વાહનમાં અદાલતમાં લાવવામાં આવ્યા હતાં.

ઉપરોક્ત કેદીઓને ન્યાયમૂર્તિ હિંગુની અદાલતમાં રજુ કરવામાં આવ્યા હતાં. જ્યાંથી બપોરે દોઢેક વાગ્યે કોર્ટ પ્રોસીઝર પૂર્ણ થતાં જાપ્તા પાર્ટીએ વારાફરથી તમામ આરોપીઓને સરકારી વાહનમાં ખસેડવાની તજવીજ કરી હતી. આ વેળાએ સન્ની સામજીભાઈ સહિતના પાંચ આરોપીઓને રવિ પરલીયા તેમજ ભગીરથ બાબુભાઈ વાહન તરફ લઈ જતા હતાં આરોપી સન્ની સામજીભાઈએ કોર્ટ કેન્ટીન નજીક પોતાના પરિવારના કેટલાક સભ્યો આવ્યા છે. તેમની પાસે ચા-નાસ્તા માટે જવું છે તેમ કહેતા લોકરક્ષક રવિભાઈએ સરકારી વાહન બહાર આવી ગયું છે, તેમાં જવું પડશે તેમ કહેતા ઉશ્કેરાયેલા આરોપી સન્ની સામજીભાઈએ પોતાના હાથમાં પહેરેલી હાથકડી વડે એલઆર રવિભાઈ પર હુમલો કરી તેમના કપાળમાં હાથકડી ઝીંકી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.