Abtak Media Google News

જામનગરના વિકાસગૃહમાં ગઈકાલે પ્રાંત અધિકારી સહિતની ટૂકડીએ હાથ ધરેલી આકસ્મિક ચકાસણી દરમયાન ત્યાં આશરો મેળવીને વસવાટ કરતી એક બાળાએ સામેના મકાનની બારીમાંથી એક ઢગો ચેનચાળા કરતો હોવાની રજૂઆત કરતા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના પગલે ચકચાર જાગી છે.

જામનગરના બાળ સંરક્ષણ ગૃહમાં ગઈકાલે વહીવટી તંત્ર દ્વારા અચાનક જ કરવામાં આવેલા ચેકીંગમાં ગૃહના હાઉસ ફાધર દ્વારા ત્યાં મૂકવામાં આવેલા બાળકોને ત્રાસ અપાતો હોવાની વિગતો પ્રકાશમાં આવ્યા પછી ગઈકાલે સાંજે પ્રાંત અધિકારી સોલંકી, ડે. કલેકટર મીતાબેન દોશી અને મામલતદારની ટૂકડી દ્વારા કસ્તુરબા સ્ત્રી વિકાસગૃહમાં આકસ્મિક ચકાસણી કરવામાં આવી હતી.

તે દરમ્યાન વિસકાગૃહમાં રહેતી બાળાઓ, યુવતીઓ અને મહિલાઓનું નિવેદન નોંધવા ઉપરાંત તેઓને અપાતા ખોરાકની પણ ચકાસણી કરવામાં આવી હતી. જ્યારે ટોયલેટ, બાથરૂમની સફાઈ અંગે પણ નિરીક્ષણ કરાયું હતું.

આ વેળાએ વિકાસગૃહમાં આશરો લઈ રહેલી તેર વર્ષની એક બાળાએ વિકાસગૃહમાં પોતાના ઓરડા તરફ ત્યાં જ આવેલી જેઠવા શેરી સ્થિત એક મકાનની બારી પડતી હોવાનું અને તે બારીમાંથી એક શખ્સ ચેનચાળા કરતો હોવાની વિગત આપતા ચેકીંગ ટૂકડીએ ત્વરિત પગલા ભર્યા હતા.

આ બાળાના કહેવા મુજબ જેઠવા શેરીમાં આવેલા ડોલરભાઈ ક્રિષ્નલાલ પંડયા (..પ૪)ના મકાનની બારી તે તરફ પડતી હોય ચેકીંગ ટૂકડીએ આ બાળકી સામેની તે શખ્સની હરકતને ધ્યાને લઈ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પીઆઈ કે.પી. જોષીએ આઈપીસી ૩૫૪ () તેમજ પોક્સો એક્ટની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.