Abtak Media Google News

અમદાવાદમાં ઈન્જેક્શનની કાળાબજારી કરવાના ચકચારી પ્રકરણમાં સોલા પોલીસ દ્વારા જામનગરની જી.જી. હોસ્પિટલના ડોક્ટરની અટકાયત કરવામાં આવી હતી. આ ડોક્ટરે પ્રાથમિક પૂછપરછમાં એવી ચોંકાવનારો ખૂલાસો કર્યો છે કે, તેણે પોતાના કાકા ભૂપત બલદાણિયાના નામે પ્રિસ્ક્રિપ્શન બનાવીને જી.જી.માંથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવી લીધા હતા. હાલ આ તબીબને સાબરમતી જેલના હવાલે કરાયો હોવાનું સોલા પીઆઇ જે.પી. જાડેજાએ હતું.

Advertisement

જી.જી.માંથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવવા માટે  પ્રથમ ડોકટર દર્દીને તપાસીને પ્રિસ્ક્રિપ્શન લખી આપે કે આમને રેમડેસિવિર ઈન્જેક્શનની જરૂર છે, જે બાદ જી.જી.માંથી તેને ઈન્જેક્શન જોઈતું હોય તો તેને હોસ્પિટલમાં દાખલ થવું પડે જે પછી તેની સારવાર અને પ્રિસ્ક્રિપ્શનના આધારે ઈન્જેક્શન આપવામાં આવે. અત્રે ઉલ્લેખનીય છે કે, જી.જી.માં ફક્ત દાખલ થયેલા દર્દીને જ રેમડેસિવિર ઈન્જેક્શન આપવામાં આવે છે.

આરોપીઓએ ડોક્ટરની પોલ ખોલી

અમદાવાદના એસ.જી. હાઈ-વે પર સોલા પોલીસે જય શાહ નામના યુવકની 6 રેમડેસિવિર ઈન્જેક્શન સાથે અટક કરી હતી તેની પૂછપરછમાં તેણે આ ઈન્જેક્શન સુરતના ડો. મિલન સુતરિયા, કીર્તિ દવે અને જુહાપુરાની રૂહી પઠાણે આપ્યા હોવાનું ખૂલતા પોલીસે ત્રણેયની અટક કરી પૂછપરછ કરતા તપાસ દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલમાં રેડિયોલોજી વિભાગમાં એમ.ડી.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ડો. ધીરેન બલદાણિયાએ રૂા.8 હજારમાં આપ્યા હોવાનું બહાર આવતા સોલા પોલીસે જામનગર આવીને અટક કરી હતી.

સાબરમતી જેલમાં ખસેડવાનો હુકમ

સુરતના આરોપી ડો. કીર્તિ અને ડો. ધીરેન બંને સાથે ભણતા હતા ત્યારે બંનેને ઓળખાણ થઈ હતી. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં ધીરેને જણાવ્યું હતું કે, તેણે પોતાના કાકાને શરદી, ઉધરસ થયા હોવાનું પ્રિસ્ક્રિપ્શન મૂકી જી.જી.માંથી રેમડેસિવિર ઈન્જેક્શન મેળવી સુરતમાં વેચી  હતા. પોલીસની પૂછપરછ બાદ કોર્ટે તેને સાબરમતી જેલ હવાલે કરવા હુકમ કર્યો છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.