જામનગરમાં JMC શાસક પક્ષના નેતાનો દીકરાની દાદાગીરીનો વીડીયો હાલ સોશીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં નેતા કુસુમ બેન પંડ્યાના પુત્ર હર્ષિલ પંડ્યાનો જાહેરમાં દાદાગીરી કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
વાયરલ વિડિયોમાં જોઈ શકાય છે કે સત્તાના જોરે વેપારીને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હતો. એક વીડીયોમાં શાસક પક્ષના પુત્રએ વેપારીને ધમકાવ્યો તો બીજા વીડિયોમાં પોલીસે વેપારીને માર માર્યો હતો. કયા ગુનામાં વેપારીને પોલીસે માર માર્યો તેવા સવાલ પોલીસ સામે પણ ઉઠ્યા છે ?? કથિત વાયરલ વીડિયોમાં આ શખ્સ વેપારીઓને ધમકાવતો હોવાનું નજરે પડે છે.
હાલમા વાયરલ થયેલા વીડિયોમા દબાણ મામલે જ નેતાનો પુત્ર રોફ ઝાળતો નજરે પડે છે. બર્ધન ચોક વિસ્તારમાં દાદાગીરી કરતો સી સી ટીવી હાલ વાયરલ થઈ રહ્યો છે જોકે આ વાયરલ વીડિયો મામલે અબતક મીડિયા પુષ્ટિ કરતું નથી.