Abtak Media Google News

સંત-મહંત, ધારાસભ્ય, ઉદ્યોગપતિઓ તેમજ અનેક સંસ્થાના મહાનુભાવોની ઉપસ્થિતિ

 

અબતક,જામનગર

આખા વિશ્વમાં જામનગર ની ઓળખાણ બ્રાસ ઈન્ડસ્ટ્રીના હબ તરીકે છે. આ બ્રાસ ઈન્ડસ્ટ્રીને નવી ટેક્નોલોજીથી પરિચિત કરવા માટે જામનગર જી.આઈ.ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન દ્વારા પ જાન્યુઆરીથી ચાર દિવસીય વિશાળ ટેક – ફેસ્ટનું આયોજન કરવામાં આવે છે . આ ટેક ફેસ્ટ નો ઓપનિંગ સંત મહંત અને આગેવાનો દ્વારા કરવામાં આવ્યો . આ ટેક ફેસ્ટમાં દેશના વિવિધ રાજ્યોમાંથી લોકો ભાગ લેવા જામનગર આવશે. કાર્યક્રમનો ઇનોગ્રેશન જામનગરના લોકપ્રિય ધારાસભ્ય અને પૂર્વ મંત્રી આરસી ફળદુ દ્વારા કરવામાં આવ્યું , વેલકમ સ્પીચ પ્રમુખ દિનેશભાઈ ડાંગરીયાએ આઈપી, દીપ પ્રાગટય મેહમાનોના હસ્તે કરવામાં આવ્યો , આભાર વિશાલભાઈ લાલકીયાએ પ્રકટ કર્યું , આશીર્વચન દેવ પ્રસાદજી મહારાજે આપ્યા . આ દરમિયાન સનલાઈન ઈન્ફોટેક ઈન્ડીયાના  બ્રિજેશભાઈ પુરોહિત , એડેકસ ઈવેન્ટસના ધર્મેશભાઈ રાઠોડ , મોરી (મેનેજર – જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર) , રમેશભાઈ મુંગરા , (પ્રમુખ – જીલ્લા ભાજપ ) , વિમલભાઈ કગથરા , (પ્રમુખ  – શહેર ભાજપ) , બપેન્દ્રસિંહ જાડેજા , (પ્રમુખ  – જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડ.) , લાખાભાઈ કેશવાલા (પ્રમુખ  જામનગર ફેક્ટરી ઓનર્સ એશોશિએશન ગંગદાસભાઈ કાછડીયા, (ઉદ્યોગપતિ) , દિનેશભાઈ ડાંગરીયા (પ્રમુખ  – જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસો.) , અશોકભાઈ દોમડીયા (ઈવેન્ટ ચેરમેન – જામનગર ટેક – ફેસ્ટ) , ભરતભાઈ ડાંગરીયા (પ્રમુખ  – લઘુ ઉદ્યોગ ભારતી -) , વિશાલભાઈ લાલકીયા (મંત્રી  જીઆઈડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોલિશન) , બ્રિજેશભાઈ પુરોહીત (ઈવેન્ટ પાર્ટનર – સનલાઈન ઈન્ફોટેક ) , ધર્મેશભાઈ રાઠોડ (ઈવેન્ટ પાર્ટનર – એડેક્ષ ઈવેન્ટ એન્ડ એકઝીબીશન) , હરેશભાઈ રામાણી (ઉપપ્રમુખ  જી.આઈ. ડી.સી. પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન ) વગેર ઉપસ્થિત હતા. આ ટેક ફેસ્ટમાં 300 થી વધુ સ્ટોલ સાથે જામનગરના ઔધોગિક વિકાસમાં સહભાગી થશે . 5 લાખ સ્કેવર ફૂટમાં 300 વધુ ઉધોગ સાહસિકો આ એકઝીબિશનમાં જોડાશે ,દેશ – વિદેશમાંથી અનેક ઉદ્યોગ સાહસિકોને આમંત્રિત કરવામાં આવેલ છે . ત્યારે જી.આઈ.ડી. સી. ફેસ – 2/3 , પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસીએશન ટીમ સતત આ એકઝીબીટરોને સારામાં સારી સગવડ મળે અને જામનગરના ઉધોગોનો વિકાસ થાય તેમ કામો કરી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.