Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થતાં સંવેદના દિન તરીકે જામનગરમાં કુલ 57 જેટલી સેવાઓ શહેરીજનોને આપવામાં આવશે: આવતી કાલે ધનસુખભાઈ ભંડેરી ખંભાળીયા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે

સાત દિવસ ચાલનારા સેવાસેતુ કાર્યક્રમનો લાભ લેવા શહેરીજનોને અનુરોધ કરતા મેયર બિનાબેન કોઠારી

અબતક-જામનગર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારને પાંચ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે 1લી ઓગષ્ટથી 9 ઓગષ્ટ સુધી યોજાનારા વિવિધ લોકાર્પણ-ખાતમુહૂર્ત સહિત લાભાર્થીને કીટ વિતરણના કાર્યક્રમના ભાગરૂપે આજે જામનગરના ટાઉન હોલ ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના અધ્યક્ષ સ્થાને સેવાસેતુ કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. આ કાર્યક્રમમાં કુલ 57 જેટલી જુદી જુદી સેવાઓ સ્થળ પર જ શહેરીજનોને મળી રહે તે અંતર્ગત સંવેદના દીનની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં અનેક પ્રકલ્પો પ્રાપ્ત થયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે દશેય દિશામાં પારદર્શક વહીવટ કરી ગુજરાતને પ્રગતિશીલ બનાવવાથી અન્ય રાજ્યનો માર્ગદર્શક બનાવ્યું છે. આ પ્રસંગે  વધુમાં ધનસુખભાઈ ભંડેરીએ જણાવ્યું હતું કે, શહેરમાં એક જ સ્થળેથી જુદી જુદી સેવાઓ શહેરીજનોને લાભ મળી રહેશે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને ધનસુખભાઈ ભંડેરી સહિત મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર તપનભાઈ પરમાર, સ્ટે.કમીટી ચેરમેન મનિષભાઈ કટારીયા, શહેર ભાજપ પ્રમુખ વિમલભાઈ કગથરા, શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યાં હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.