Abtak Media Google News

સૌથી વધુ ઉમેદવારી પત્રો વોર્ડ નં.૧માં ૨૧, સૌથી ઓછા વોર્ડ નં.૩માં ૧૦ માન્ય રહ્યાં, સાંજે સ્પષ્ટ થશે ચૂંટણી ચિત્ર

મહાપાલિકાની ૬૪ બેઠકો માટે ભરાયેલા ૪૨૭ ઉમેદવારીપત્રોમાંથી ૧૭૯ ઉમેદવારીપત્રો રદ થતા ૨૪૮ ઉમેદવારીપત્રો માન્ય રહ્યાં છે. જેમાં સૌથી વધુ ફોર્મ વોર્ડ નં.૧માં ૨૧ ફોર્મ માન્ય રહ્યાં છે. જ્યારે વોર્ડ નં.૩માં સૌથી ઓછા ૧૦ ઉમેદવારીપત્રો માન્ય રહ્યાં છે. આજે ફોર્મ પાછા ખેંચવાનો અંતિમ દિવસ હોવાથી સાંજે ચિત્ર સ્પષ્ટ થશે.

જામનગર મહાનગરપાલિકાની ૧૬ વોર્ડ ની ૬૪ બેઠકો માટેની ચૂંટણી યોજાવા જઇ રહી છે, જેમાટે ૩૪૩ ઉમેદવારો દ્વારા ૪૨૭ ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા હતા. જેની ચકાસણીના અંતે ૧૭૯ ઉમેદવારીપત્રો રદ્દ થયા છે જ્યારે ૨૪૮ ઉમેદવારીપત્રો માન્ય રહ્યાં છે.

મહાનગરપાલિકાના ૧૬ વોર્ડની ૬૪ બેઠકો પૈકી વોર્ડ નંબર એકમાં ૪૩ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેમાં ૨૨ ઉમેદવારીપત્રો રદ્દ થયા છે. અને ૨૧ ઉમેદવારીપત્રો માન્ય રહ્યાં છે. તે જ રીતે વોર્ડ નંબર ૨માં ૨૭ ઉમેદવારી પત્રો પૈકી ૧૧ રદ્દ થયા છે અને ૧૬ માન્ય રહ્યા છે. વોર્ડ નંબર ત્રણમાં ૨૦ ઉમેદવારી પત્રોમાંથી ૧૦ ફોર્મ રદ થયા છે અને ૧૦ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર ૪માં ૩૩ ઉમેદવારીપત્રો ભરાયા હતા જે પૈકી ૧૬ રદ્દ થયા છે અને ૧૭ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર પાંચમાં ૨૬ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જેમાં ૧૨ અમાન્ય રહ્યાં છે અને ૧૪ માન્ય રહ્યા છે. વોર્ડ નંબર ૬માં ૨૯ ઉમેદવારીપત્રો ભરાયા હતા. જે પૈકી ૯ રદ્દ થયા છે, જ્યારે ૨૦ માન્ય રહ્યાં છે. વોર્ડ નંબર ૭માં ભરાયેલા ૩૦ ઉમેદવારી પત્રો પૈકી ૧૩ અમાન્ય રહ્યાં છે અને ૧૭ માન્ય રહ્યા છે. જ્યારે વોર્ડ નંબર ૮માં ભરાયેલા ૩૦ ઉમેદવારી પત્રો પૈકી ૧૨ રદ્દ થયા છે અને ૧૮ માન્ય રહ્યાં છે.

વોર્ડ નંબર ૯માં ભરાયેલા ૨૩ ઉમેદવારી પત્રો પૈકી ૧૦ અમાન્ય રહ્યા છે અને ૧૩ માન્ય રહ્યા છે. વોર્ડ નંબર ૧૦માં ભરાયેલા ૨૭ ઉમેદવારી પત્રો પૈકી ૧૦ રદ્દ થયા છે જ્યારે ૧૭ માન્ય રહ્યા છે. વોર્ડ નંબર ૧૧માં ભરાયેલા ૨૮ ઉમેદવારી પત્રો પૈકી ૧૧ રદ્દ થયા છે અને ૧૭ માન્ય રહ્યા છે. વોર્ડ નંબર ૧૨માં ભરાયેલા ૨૩ ઉમેદવારી પત્રો પૈકી ૧૦ રદ્દ થયા છે અને ૧૩ માન્ય રહ્યા છે. વોર્ડ નંબર ૧૩માં ભરાયેલા ૧૮ ઉમેદવારી પત્રો પૈકી ૬ અમાન્ય રહ્યા છે અને ૧૨ માન્ય રહ્યા છે. વોર્ડ નંબર ૧૪માં ભરાયેલા ૨૪ ઉમેદવારી પત્રો પૈકી ૯ રદ્દ થયા છે. જ્યારે ૧૫ અમાન્ય રહ્યાં છે.

ઉપરાંત વોર્ડ નંબર ૧૫માં ભરાયેલા ૨૬ ઉમેદવારી પત્રો પૈકી ૮ રદ્દ થયા છે અને ૧૮ માન્ય રહ્યા છે. તે જ રીતે વોર્ડ નંબર ૧૬માં ભરાયેલા ૨૦ ઉમેદવારી પત્રો પૈકી ૭ રદ્દ થયા છે અને ૧૩ માન્ય રહ્યા છે. આમ સમગ્ર ૬૪ બેઠકોમાં ભરાયેલા ૪૨૭ ઉમેદવારો પત્રો પૈકી ૧૭૬ રદ્દ થયા છે જ્યારે ૨૫૧ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે.

કોંગ્રેસનો ઉમેદવારી પત્રો ભરવામાં વધુ એક છબરડો

વોર્ડ નં.૯માં મેન્ડેટમાં પિતાનું નામ નીકળતા ફોર્મ રદ

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીનો વધુ એક છબરડો સામે આવ્યો છે. વોર્ડ નંબર નવના એક મહિલા કોર્પોરેટર નિર્ધારિત સમયમાં પોતાનું ઉમેદવારીપત્ર રજૂ કરી શક્યા ન હતા, જ્યારે હવે વોર્ડ નંબર નવના જ એક ઉમેદવારના ઉમેદવારી પત્રમાં મેન્ડેટમાં મૃતક પિતાનું નામ દર્શાવેલું હોવાથી તેઓનું પણ ઉમેદવારી પત્ર રદ્દ થયું છે. જેથી વોર્ડ નંબર ૯માં બે બેઠક પર ભાજપ માટે ચૂંટણી ઘણી આસાન બની છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા માટેના શનિવારના દિવસે નિર્ધારિત ત્રણ વાગ્યાના સમય સુધી જ્યોત્સનાબેન સોલંકી નામના મહિલા ઉમેદવાર પહોંચી શક્યા ન હતા, અને નિર્ધારિત સમયથી મોડા આવવાના કારણે તેઓનું ઉમેદવારીપત્ર સ્વીકારવામાં આવ્યું નહતું, અને ઉમેદવારી થી વંચિત રહી ગયા હતા. જે છબરડા પછી કોંગ્રેસનો વધુ એક છબરડો સામે આવ્યો છે અને વોર્ડ નંબર ૯ ઉમેદવાર દેવેનભાઇ શાહ નુ ઉમેદવારીપત્ર રદ થયું છે. જે ઓએ પોતાના રજૂ કરેલા ઉમેદવારીપત્ર મેન્ડેટમાં પિતા બિપિનભાઇ શાહનું નામ આપેલું હતું. જેઓનું અવસાન થઈ ગયું છે. જે મામલે વિરોધ થયો હતો.ભારે ખેંચતાણ પછી આખરે ચૂંટણી અધિકારી દ્વારા તેઓનું ઉમેદવારીપત્ર રદ્દ થયાનું જાહેર કરાયું હતું. જેથી વોર્ડ નંબર નવમાં એક મહિલા ઉમેદવારે ફોર્મ ભર્યું નથી જ્યારે બીજા ઉમેદવારનું ઉમેદવારીપત્ર રદ થયું છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીને વોર્ડ નંબર ૯ની ચૂંટણીમાં બે બેઠક માટેની ચૂંટણી ઘણી આસાન થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.