Abtak Media Google News

શહેરમાં તળાવની પાળે સાયન્સ કોલેજ સેન્ટર, બે નવા ફાયર સ્ટેશન બનાવવા સહિતના વિકાસ કામો સાથેનું મહાપાલિકાનું કરબોજ વગરનું રૂા.610 કરોડનું અંદાજપત્ર આગામી તા.22ને સોમવાર સ્ટેન્ડિંગ કમીટીમાં રજૂ કરાશે. વહીવટી પાંખ દ્વારા તૈયાર કરાયેલા અંદાજપત્રને સ્ટેન્ડિંગ કમીટી ફેરફારો સાથે મંજૂર કરશે.

Advertisement

જામનગર મહાનગરપાલિકા દ્વારા 2021-22ના વર્ષનું રૂા.610 કરોડનું કરબોજ વગરનું બજેટ આગામી તા.22ને સોમવારના રોજ સ્ટેન્ડીંગ કમિટિમાં રજૂ કરાશે. કમિશ્નર દ્વારા આ બજેટ સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેનને મંજૂરી માટે મોકલાશે અને ત્યાંથી જનરલ બોર્ડમાં રજૂ કરાશે.

મહાનગરપાલિકામાં 2021-22ના વર્ષનું બજેટમાં ખાસ કોવિડની અસર રહી છે. કારણ કે જે વિકાસના કામો થઇ શકેલ ન હતા. તેમજ રૂા.197 કરોડના ખર્ચે ફલાય ઓવર સહિતના વિકાસના કાર્ય પણ આ બજેટમાં રજૂ કરાશે. મહત્વની વાત એ છે કે, આ બજેટ કરદર વગરનું વહીવટી પાંખ દ્વારા તૈયાર કરાયેલુ છે ત્યારે નવી રચાયેલી સ્ટેન્ડીંગ કમિટિમાં તા.22ના રોજ આ બજેટ કમિશ્ર્નર રજૂ કરશે.

બજેટ રજૂ થયા બાદ સ્ટેન્ડીંગ કમિટિમાં બજેટમાં જરૂરી ફેરફારો સુચવી બજેટને મંજૂરી માટે જનરલ બોર્ડમાં સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન રજૂ કરશે ત્યારબાદ જનરલ બોર્ડમાં બજેટને આખરી મંજૂરી મળશે. આ બજેટમાં શહેરના અનેક વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. જેમાં મુખ્યત્વે તળાવની પાળે સાયન્સ નોલેજ સેન્ટર તેમજ મહાપ્રભુજીની બેઠક પાસે 1200 વ્યકિતઓની ક્ષમતાવાળુ ઓડીટોરીયમ હાપા યાર્ડ અને લાલપુર બાયપાસ નજીક બે નવા ફાયર સ્ટેશન તેમજ પોલીસ હેડકર્વાટર નજીક વધુ એક સ્પોટર્સ સંકુલ તેમજ લાલપુર બાયપાસ અને કબીર લહેર તળાવ નજીક બે સ્મશાનગૃહઓનો સમાવેશ બજેટમાં કરાયો છે. આ ઉપરાંત ગત બજેટમાં દર્શાવેલા વિકાસના કામો કોરોનાના લોકડાઉનને લઇને થઇ શક્યા ન હતા. તેવા વિકાસના પ્રોજેકટો આગળ વધારવાની દરખાસ્ત પણ આ બજેટમાં રજૂ કરાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.