Abtak Media Google News

 

અબતક,જામનગર

પીજીવીસીએલ દ્વારા વપરાશકર્તાને બીલ પાઠવવામાં આવેલ બીલો પૈકી ગ્રાહકો દ્વારા પીજીવીસીએલની ફેવરનાં ચેકો આપવામાં આવે ત્રછે. જે વપરાશકર્તાનાં બેંક ખાતામાં બેલેન્સ હોય પરંતુ બેંકની ખામીના હિસાબે અથવાતો અન્ય કોઈ પણ કારણના હિસાબે ચેક રીટર્ન થાય ટુંકમાં નાણાના અભાવે ચેક રીર્ટન થતોનથી પરંતુ અન્ય કારણોસર ચેક રીર્ટન થાયતો પીજીવીસીએલ દ્વારા બીજીવાર કયારેય પણ ચેક દ્વારા પેમેન્ટ સ્વીકાવામાં આવતું નથી અને જો રૂ.10,000થી વધુનુ બીલ હોય તો તેઓ રોકડા પણ સ્વીકારતા નથી. ગ્રાહકને ફરજીયાત ડીડી અથવા ઓનલાઈન ટ્રાન્સફર કરવાની ફરજ પાડે છે. જે યોગ્ય નથી. કોઈપણ માણસનો ચેક જો વારંવાર પાછો બેલેન્સ ન હ વાના કારણે અથવા અન્ય કારણોસર રીર્ટન થતો હોય તો તેને બ્લેક લીસ્ટમા મૂકે તે યોગ્ય છે. પરંતુ. જે વ્યકિતના ખાતામાં બેલેન્સ હોય અને પ્રતિષ્ઠિત વ્યકિત હોય તેમને પીજીવીસીએલ દ્વારા હેરાનગતી કરવામાં આવે છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.