Abtak Media Google News

ઓનલાઈન છેતરપિંડીના 17 કેસ, 6 કેસ અશ્ર્લીલ વીડિયો વાયરલ કરવાના ગેમમાં બાળકો સાથે છેતરપિંડી કર્યાના પણ કેસ  પોલીસમાં નોંધાયા

 

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં ઓનલાઇન છેતરપિંડીના બનાવો સતત વધી રહ્યા છે તેવા સંજોગોમાં વારંવાર લોકોને વિશ્વાસમાં લઈ અને છેતરપિંડી કરવામાં આવતી હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે ત્યારે અજાણ્યા નંબરમાંથી ફોન કરી બેંકના નંબર જાણી અને તેમાં આધાર કાર્ડ લિંક કરાવવા તેમજ ઓનલાઇન રીતે કોઈ લાલચ આપી વ્યક્તિને ફોસલાવી અને તેને વાંચવામાં લઇ અને તેની પાસેથી વિશ્વાસમાં લઈ અને નાણાં પડાવવા ના કારસા જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં વધ્યા છે.

તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષના સમયગાળામાં ઓનલાઇન છેતરપિંડીના અને વિશ્વાસઘાત માં લઇ અને નાણાં પણ પડાવ્યા માં આવ્યા હોય તેવા 28 ગુનાઓ સાયબર સેલમાં દાખલ થયા છે જેને લઇને આ આંકડાઓ સામે આવતા ચકચાર મચી જવા પામ્યો છે તેવા સંજોગોમાં વિશ્વાસમાં લઇ નાણાં પડાવવામાં આવ્યા છે કોઈ વ્યક્તિ સાથે અશ્લીલ વીડિયો ઉતારી અને તેની પાસે પૈસાની માગણી કરી હોય અને પૈસા ન આપતા સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ કરી અને અપમાનિત કર્યા હોવાના કિસ્સાઓ પણ એક વર્ષના સમયગાળામાં જિલ્લામાં સામે આવ્યા છે અન્યમાં પર્સનલ આ બાબતે ટીપ્પણી કરી હોય તેવા કિસ્સાઓ પણ જિલ્લામાં સામે આવ્યા છે.

તેવા સંજોગોમાં અવાર-નવાર મોબાઇલ હેન્ગ કરી અને મોબાઈલ માં રહેલા ડેટા ચોરવાના બનાવો પણ સાયબર સેલમાં દાખલ થયા છે તેવા સંજોગોમાં જિલ્લામાં સાયબર ક્રાઇમ સતત વધતુ જઈ રહ્યુ છે તે પણ એક પોલીસ વિભાગ માટે અને જિલ્લાની જનતા માટે ચિંતાનો વિષય બનતો જઇ રહ્યું છે આ જાણ્યા નંબર માંથી ફોન આવી અને તમને વીડિયો કોલ કરે અને તમે જે વિડીયો કોલ ઉપાડ્યો છે તેની સામે સીધો નિર્વસ્ત્ર ફોટાઓ સામે આવે અને તેના સ્ક્રીનશોટ પાડી અને ફરીથી તમને સાઇબર ક્રાઇમ કરનારા વહોટશેપ માં મોકલે અને તે વાયરલ કરવાની ચીમકી આપી અને પૈસા પડાવવાના કારસા પણ ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ  દ્વારા રચવામાં આવ્યા છે.

ત્યારે જિલ્લામાં સૌથી વધુ ગુનાઓ વિશ્વાસમાં લઈ અને નાણાં પડાવવામાં આવ્યા હોવાના દાખલ થયા છે તેવા સંજોગોમાં ઓનલાઇન ફોન કરી અને સારી સારી સ્કીમો બતાવી અને એક વર્ષના સમયગાળામાં વધુ નાણાં આપવાની લાલચે જિલ્લાવાસીઓ પાસેથી ઓનલાઇન છેતરપિંડી કરનારાઓ દ્વારા કારસા રચી અને એક કરોડથી વધુની રકમ જિલ્લાવાસીઓ પાસેથી પડાવી લેવામાં આવી છે

અને આ બાબતે સાયબર સેલમાં ગુના દાખલ થયા છે પરંતુ કોઈપણ જાતની હજુ સુધી આરોપીઓ ઝડપાયા નથી કારણ કે મોટા ભાગના આરોપીઓ બહાર ના રાજ્યો તેમજ બહારના દેશોમાંથી આવા કોલ કરી અને કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

સુરેન્દ્રનગર જિલ્લામાં અશ્લીલ વીડિયો ઉતારી ત્યાર બાદ સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કરવાની ધમકી આપી પૈસા પડાવવામાં આવતા હોવાની રાવ ફરિયાદ

સુરેન્દ્રનગર જિલ્લામાં એક તરફ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સામે અવાર-નવાર સવાલો ઉભા થઇ રહ્યા છે તેવા સંજોગોમાં સાયબર ક્રાઇમ જિલ્લામાં સતત વધતું જઈ રહ્યું છે ત્યારે અશ્લીલ વીડિયો ઉતારી અને સોશિયલ મીડિયા ઉપર વાઈરલ કરવાના અને ધમકી આપવાના તેમ જ જે લોકો નો વિડીયો ઉતારવામાં આવ્યો હોય તેમની પાસે પૈસા પડાવવામાં આવતા હોવાની રાવ ફરિયાદ ઉઠવા પામી છે જેને લઈને આ પણ સમાજમાં કલંકિત કિસ્સાઓ છે અને આવા પૈસાની લાલચે અવાર-નવાર બનાવો બનતા હોય છે તેવા સંજોગોમાં એક વર્ષના સમયગાળામાં છ જેટલા કિસ્સાઓ અશ્લીલ વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાઇરલ કરવાની બાબતે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણાં પડાવવામાં આવ્યા હોવાની ફરિયાદ દાખલ થઇ છે.

એક વર્ષમાં સુરેન્દ્રનગર જિલ્લાવાસીઓએ વિશ્ર્વાસમાં આવી 1.58 કરોડ રૂપિયાનો થયો ફોડ

સુરેન્દ્રનગર જિલ્લામાં સાયબર એટેક હાલમાં મોટો એક ચિંતાનો વિષય બન્યો છે ઓનલાઇન ફોન આવી અને બેન્કિંગ ના પાસવર્ડ માંગી અને આધારકાર્ડ ના નંબર માંગતી અને અવાર-નવાર ફ્રોડ કરવામાં આવતા હોવાના કિસ્સાઓ જિલ્લામાં સામે આવ્યા છે કેવા સંજોગોમાં એક વર્ષના સમયગાળામાં જિલ્લાવાસીઓ પાસેથી આવી ફ્રોડ કરનાર કંપનીઓના કર્મચારીઓ દ્વારા 1.58 કરોડ રૂપિયા વિશ્વાસમાં લઈ અને પડાવી લેવામાં આવ્યા છે જેમાં વિવિધ પ્રકારની લાલચો આપી અને વિશ્વાસ માં લઇ લોકોના નાણાં ખંખેરવા માં આવ્યા છે તેવા સંજોગોમાં આ મામલે સાયબર ક્રાઇમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

બાળકો ઓનલાઇન પાછળ માતા-પિતાના દર વર્ષે કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે

સાયબર ક્રાઇમમાં મોટો ધડાકો થયો છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં નાના બાળકો કે જે ઓનલાઇન ગેમ રમી રહ્યા છે જે ગેમ નું સ્ટેજ પાર્ક કરવા અથવા ગેમ માં ડાયમંડ મેળવવા માટે માતા-પિતાના બેન્કિંગ એકાઉન્ટ છે તેમાંથી દર વર્ષે કરોડો રૂપિયા ગુમાવી રહ્યા છે ત્યારે આ પ્રકારના સાયબર ક્રાઈમના કિસ્સા સામે આવ્યા છે જેમાં ખાસ કરીને જે ફ્રી ફાયર નામ ની ગેમ છે જે ઓનલાઇન બાળકો રમે છે તેમાં ડાયમંડ મેળવવા અને સ્ટેજ પાર કરવા માટે બાળકો ઓનલાઇન પેમેન્ટ કરી દે છે અને માતા-પિતાઓ ના કરોડો રૂપિયા દર વર્ષે બાળકો ખોટા હોવાનો ધડાકો જિલ્લામાં થયો છે ત્યારે હવેથી માતા-પિતા પણ સતર્ક બનીને નાના બાળકોને ઓનલાઇન ગેમ રમતા હોય તે સમયે પોતાના બેન્કિંગ પાસવર્ડ ન આપે અથવા કોઈ બેન્કિંગ સેવાઓ જે મોબાઇલમાં બાળકો ગેમ રમતા હોય તેમાં ચાલુ ન રાખે તેને થી જે ઓનલાઇન પેમેન્ટ થી નુકસાન જઈ રહ્યું છે તેનાથી માતા-પિતા પણ બચે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.