Abtak Media Google News

જામનગર મહાનગરપાલિકાનું વર્ષ 2021-22 નું રૂ.610.49 કરોડનું બજેટ સોમવારે સ્ટેન્ડીંગ કમિટીમાં રજૂ થશે. બજેટ 30 માર્ચના જનરલ બોર્ડમાં મંજૂર કરવામાં આવશે. કોરોનાકાળને કારણે બજેટમાં કોઇ નવો કરબોજ નાંખવામાં આવ્યો નથી અને મહદઅંશે આગલા વર્ષના બજેટમાં દર્શાવેલા કામો પૂર્ણ કરવા મથામણ કરવામાં આવી છે. નલ સે જલ અભિયાન હેઠળ શહેરના બાકી અને નવા ભળેલા વિસ્તારોમાંથી 30000 રહેણાંક મકાનોને નળજોડાણ આપવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

જામનગર મહાનગરપાલિકા દ્વારા સામાન્ય રીતે દર વર્ષે 20 ફેબ્રુઆરી સુધીમાં અંદાજપત્ર મંજૂર કરવામાં આવતું હોય છે. પરંતુ ચાલુ વર્ષે મહાનગરપાલિકાની ચૂંટણીના કારણે સરકારે બજેટની મુદતમાં વધારો કરી 20 એપ્રિલ સુધી મંજૂર કરવાનો સમય આપ્યો છે. જામ્યુકોની ચૂંટણીમાં ભાજપને સ્પષ્ટ બહુમતિ મળતા સોમવારે સ્ટેન્ડીંગ કમિટીની પ્રથમ બેઠક મળવાની છે. જેમાં વર્ષ 2020-21 ના વર્ષનું રીવાઇઝડ અંદાજપત્ર તથા વર્ષ 2021-22 ના વર્ષનું જામનગર મહાનગરપાલિકાનું આવક-ખર્ચનું ડ્રાફટ અંદાજપત્ર કમિશ્નર સતિષ પટેલ રજૂ કરશે.

કોરોના કાળને કારણે વેપાર, ધંધા, રોજગારને ફટકો પડયો હોય ચાલુ વર્ષનું મહાનગરપાલિકાનું બજેટ કરવિહોણું રહેશે. બીજીબાજુ મનપાને આવક ઓછી થઇ હોય અને ગ્રાન્ટ પણ ઓછી

મળી હોય વિકાસકાર્યોમાં પણ કાપ મૂકાયો છે. મહદઅંશે આગલા બજેટના કામો પૂર્ણ કરવા આયોજન કરાયું છે.

આંતરમાળખાકીય સુવિધાની હાઇલાઇટ્સ

  • સ્વર્ણિમ જંયતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ, સડક અને લોકભાગીદારી યોજના તથા જુદી-જુદી ગ્રાન્ટમાંથી રૂ.25 કરોડના ડામર, સીસી રોડના કામનું આયોજન
  • કલ્ચરલ કોમ્પલેક્ષ માટે ક્ધસલ્ટન્ટની નિમણૂંક કરવામાં આવી છે અને ક્ધસેપ્ચ્યુઅલ પ્લાન રજૂ કર્યો છે. ખાતા દ્વારા સૂચવ્યા અનુસાર રિવાઇઝડ ડીપીઆર તૈયાર કરવામાં આવ્યો છે. ગ્રાન્ટ મળ્યે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
  • લાલપુર બાયપાસ પાસે નવું સ્મશાન ગૃહ બનાવનું આયોજન છે.
  • સમર્પણ સર્કલથી બેડી જંકશન સુધી પ્રથમ ફેઇઝમાં રૂ.16 કરોડના ખર્ચે મેટલ વાઇડનીંગ કામ, ફેઇઝ-2 વાલસુરા મરીન પોલીસ ચોકીથી ગુલાબનગર સુધી અંદાજે 90 કરોડના ખર્ચે રીંગ રોડનું આયોજન.
  • પોલીસ હેડ કર્વાટર પાછળ 12043 ચોરસ મીટર જગ્યામાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના સહયોગથી અંદાજે રૂ.20.92 કરોડના ખર્ચે અત્યાધુનિક સ્પોર્ટસ કોમ્પલેક્ષ ડેવલપ કરવાનું આયોજન.
  • 15માં નાણાંપંચની ગ્રાન્ટ આધારિત રૂ.4.50 કરોડના ખર્ચે મેટલ વાઇડનીંગ અને ડીપી રસ્તા ખુલ્લા કરવાનું આયોજન

બે અતિ આધુનિક નવા ફાયર સ્ટેશનનું નિર્માણ થશે

શહેરમાં કાર્યરત 3 ફાયર સ્ટેશન ઉપરાંત હાપા અને લાલપુર બાયપાસ પાસે નવા બે અત્યાધુનિક ફાયર સ્ટેશન બનાવવાના આયોજન અન્વયે ક્ધસેપ્ચ્યુઅલ પ્લાનીંગ થઇ ગયું હોય ડીપીઆર બનાવાની કામગીચી ચાલી રહી હો આગામી વર્ષમાં ફાયર સ્ટેશન બનાવાની પ્રક્રિયા હાથ ધરાશે. તદઉપરાંત બાકી રહેતા ફાયરના સાધનો ખરીદીનું પણ આયોજન કરાયું છે.

જનતા ફાટક પાસે 106 આવાસ બનશે

મનપાના બજેટમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ડીપીઆર તૈયાર કરી સરકારમાં મંજૂરી અર્થે મોકલી ડીપીઆર મંજૂર થતા તે મુજબ 1404 આવાસનું રી-ડેવલોપમેન્ટ કરાશે. તદઉપરાંત જનતા ફાટક પાસે સ્લમ પોકેટનું ઇન સાઇટ ટુ ડેવલોપમેન્ટ માટે અંદાજે 106 આવાસ બનાવાનું આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.