Abtak Media Google News

અબતક, જામનગર

રાજ્યમાં બેરોજગારીની સમસ્યા કાયમ રહી છે ત્યારે જામનગર મહાનગરપાલિકાના ઉપજાઉ વહીવટને લઈને યુવાનો બેરોજગાર બન્યા છે. દર વર્ષે અમુક કર્મચારીઓ નિવૃત થાય છે પણ આ જગ્યાઓ પર લાયક અને તરવરીયા યુવાનોની ભરતી કરવાને બદલે જે તે નિવૃત થયેલ કર્મચારીને જ ગોઠવી ગઈ વર્ષોથી ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે. જામ્યુકોના આવા વહીવટને કારણે અનેક યુવાનો પરાણે બેરોજગાર બેસી રહ્યા છે. જામનગર મહાનગર પાલિકા અસ્તિત્વ આવ્યાને ચાર દાયકા થયા. અમુક વિકાશાત્મક સુવિધાઓને બાદ કરતા આજે પણ મહાપાલિકા એક શહેરને છાજે તેવી વ્યાખ્યામાં બંધ બેસતું નથી. કારણ માત્ર કામ કરવામાં ઉભી થતી મહેકમરૂપી અડચણ છે. કમિશ્નરથી માંડી પટાવાળા સુધીની જગ્યાઓ એ જ સ્થિતિમાં છે જે ચાર દાયકા પૂર્વે હતી. જેના કારણે કર્મચારીઓ પર કામનું ભારણ વધતું જ ચાલ્યું છે. જેનો  વિકલ્પ શોધી લીધો હોય તેમ મહાપાલિકા આઉટસોર્સથી ગાડું દોડાવી રહી છે.

આમ તો ગાંધીનગરથી માંડી ગ્રામ પંચાયત સુધીની સરકારી કચેરીઓમાં સ્ટાફની અછત છે. તેની સામે સરકાર દ્વારા સમયાંતરે ભરતી પ્રક્રિયા થાય છે પણ જામનગર મહાનગર પાલિકામાં નિવૃત બાદ તે જગ્યા પર આજ દિવસ સુધી ભરતી પ્રક્રિયા થવા પામી જ નથી. વર્ગ ત્રણની જગ્યાઓ પર તો નિવૃત કર્મચારીઓને ગોઠવી દેવામાં આવે છે. આજે હાલત એવી છે કે એક પણ બ્રાંચમાં એવો કર્મચારી નહી હોય. વય મર્યાદાને કારણે નિવૃત થવા છતાં મહાપાલિકા દ્વારા આવા જ કર્મચારીઓને એક્સ્ટેનશન આપી ફરી એ જ જગ્યાએ ગોઠવી દેવામાં આવે છે. મહાપાલિકાના આવા વહીવટ સામે કોંગ્રેસે બાયો ચડાવી છે. નિવૃત કર્મચારીઓને નોકરી પર પરત લેવાની જગ્યાએ નવા યુવાનોને તક આપવાની માંગણી કરી છે.

કોંગ્રેસના એક માત્ર નગરસેવકે પ્રશ્ન ઉઠાવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.