Abtak Media Google News

જામનગર સમાચાર

જામનગરના પંચકોશી બી ડિવિઝન પીએસઆઈ એમ.એ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 450 પેટી વિદેશી દારૂનો જથ્થો પંચકોશીબી વિસ્તારમાંથી મળી આવતા પંચકોષી બી ડિવિઝનના પીએસઆઇ એમ.એ મોરી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે. અને રેન્જ આઈ.જી દ્વારા તેઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

Advertisement

જામનગર નજીક આવેલા દરેક જીઆઇડીસી વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યારે ગોડાઉનમાંથી 5400 જેટલી ઇંગ્લિશ દારૂની બોટલો મળી આવ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રૂપિયા 2269800 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જામનગરમાંથી ગત શનિવારના રાત્રિના સમયે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરેડ નજીક જીઆઇડીસી વિસ્તારમાં કારખાનાના શેડમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તે વિસ્તાર શહેરના પંચકોશી બી ડિવિઝનમાં પોલીસ સ્ટેશનમાં આવતું હોવાથી રેન્જ આઈ.જી દ્વારા આકરા પગલાં લેવામાં આવ્યાં છે. સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડાના પડઘા પડ્યા છે. પંચકોષી બી ડિવિઝનના પીએસઆઇ એમ.એ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.ઈંગ્લિશ દારૂનો જથ્થો મોટા પ્રમાણમાં મળી આવ્યો હતો તેમાં કોઈનું મદદગારી સામેલ ન હતી. રેન્જ આઈ જી અશોકકુમાર યાદવ દ્વારા પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર પીએસઆઇની અંદર આવતી આ જવાબદારી પીએસઆઇ એમ.એ મોરીની થતી હોવાના કારણે રેન્જ આઇ.જી અશોક કુમાર યાદવ દ્વારા પી.એસ.આઇ એમ.એ મોરીને સસ્પેન્ડ કર્યા છે.

સાગર સંઘાણી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.