Abtak Media Google News
  • જામનગર ના બેડી વિસ્તારમાં પ્રખ્યાત સાયચા ગેંગની મિલકતો પર પોલીસ તંત્ર નો જબરો પ્રહાર
  •  એડવોકેટ ની હત્યા નીપજાવનારા ગુન્હેગારો ની મિલકતો પર વહેલી સવારથી બુલડોઝર ફેરવી દેવાતાં ભારે દોડધામ
  •   સાયચા ગેંગની જુદી જુદી છ મિલકતોને જમીનદોસ્ત કરવા માટે એસ.પી. ની આગેવાનીમાં જબરુ ઓપરેશન
  •  અગાઉ ત્રણ બંગલાને જમીન દોસ્ત કર્યા પછી આજે વધુ છ મિલકતો ના દબાણ દૂર કરી ૫૫ હજાર વર્ગ ફૂટ જમીન ખુલ્લી કરાવવા તંત્રની કાર્યવાહી

જામનગર ન્યૂઝ : જામનગરના એડવોકેટની હત્યા નીપજાવવાનો જેના પર આરોપ લગાવાયો છે, તે સાયચા ગેંગ હત્યાની ઘટનાને અંજામ આપી ભાગી છુટ્યા પછી તેઓની મિલકતોને નેસ્ત નાબૂદ કરી દેવા માટે પોલીસ તંત્રએ કમર કસી છે, અને ખુદ જિલ્લા પોલીસવડા આજે વહેલી સવારથી મેદાનમાં આવી ગયા છે, અને સાયચા ગેંગના સમગ્ર સામ્રાજ્યને નેસ્ત નાબૂદ કરી દેવાના ભાગરૂપે બેડી વિસ્તારમાં આજે મેગા ડિમોલેશન હાથ ધર્યું છે.

અગાઉ ત્રણ બંગલા જમીનદોસ્ત કર્યા પછી આજે સાયચા ગેંગની વધુ છ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવાયું છે, અને સરકારી કરોડો રૂપિયાની કીમતી ગણાતી ૫૫ હજાર વર્ગ ફૂટ જમીનને ખુલ્લી કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ છે. જેને લઈને બેડી વિસ્તારમાં ભારે હલચલ મચી ગઈ છે.Whatsapp Image 2024 03 18 At 11.38.42 63Ec5Edc

જામનગરના પચવટી વિસ્તારમાં રહેતી એક શિક્ષિકા ને આત્મહત્યા ની ફરજ પાડવા માટેનો સૌપ્રથમ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સાયચા ગેંગના બે શખ્સો સામે ગુનો નોંધાયો હતો. જે કેસમાં પોલીસે બંનેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા, ત્યારબાદ અદાલતમાં જામીન અરજીની સુનાવણી વખતે અદાલતી તારીખમાં શિક્ષિકા આપઘાત કેસ ના ફરિયાદી બનેલા મૃતકના ભાઈ અને તેના વતી કેસ લડતા વકીલ હારૂન પલેજા કે જેને અદાલતમાં ધાકધમકી અપાઈ હતી. જે અંગેનો બીજો ગુનો પણ પોલીસમાં નોંધાવાયો હતો.Whatsapp Image 2024 03 18 At 11.38.43 9F359F3D

ત્યારબાદ સમગ્ર ઘટનાનું મનદુઃખ રાખીને સાયચા ગેંગના સાગરીતો એ મળીને તાજેતરમાં જામનગરના એડવોકેટ હારુન પલેજા ની સરા જાહેર હત્યા કરવામાં આવી હતી. જે બનાવ ના સંદર્ભમાં પોલીસે સાયચા ગેંગ ના ૧૫ સભ્ય સામે ગુનો નોંધ્યો છે, અને હાલ આરોપીઓ ભાગી છૂટ્યા હોવાથી તમામની શોધખોળ ચલાવાઇ રહી છે. રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી ના ગુન્હેગારો ને ડામી દેવાના આહવાન બાદ જામનગરમાં કોઈ પણ પ્રકારની ગેંગવોર રહે નહીં, અને આવા ગેંગ ના સભ્યોને નેસ્ત નાબૂદ કરવા માટેની જિલ્લા પોલીસવડા ને ખાસ સુચના અપાઇ હતી.Img 20240308 Wa0004

જેના અનુસંધાને એસ.પી. પ્રેમસુખ ડેલૂ સમગ્ર પ્રકરણ મામલે એક્શનમાં આવી ગયા છે, અને ગેંગવોર ખતમ કરી દેવાના ભાગરૂપે આજે વહેલી સવારથી બેડી વિસ્તારમાં મેગા ડિમોલેસન હાથ ધર્યું હતું. સાયચા ગેંગ સામે અગાઉથી સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંગેની જુદી જુદી બે ફરિયાદો નોંધવામાં આવી છે, જેની પણ તપાસ ચાલુ છે. અને તેના અનુસંધાને સાયચા ગેંગ ના અગાઉ ત્રણ બંગલાને તોડી પાડવામાં આવ્યા હતા, અને તેના પર બુલડોઝર ફેરવાયું હતું.Img 20240308 Wa0007 1

ત્યારબાદ આ પ્રક્રિયા આગળ ધપાવવામાં આવી છે, અને આજે સાયચા ગેંગની એકી સાથે વૈભવી બંગલા સહિતની વધુ છ મિલકતો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.જામનગરના એસ.પી સાથે જયેન્દ્રસિંહ ઝાલા તેમજ સીટી બી. ડિવિઝન નો પોલીસ સ્ટાફ, એલસીબી ની ટુકડી, એસ.ઓ.જી. ની ટિમ સહિતની પોલીસ ટુકડીઓ સ્થળે પહોંચી ગઇ હતી, અને બેડી વિસ્તારમાં ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

જેઓની સાથે શહેર વિભાગના મામલતદાર ની ટીમ અને જામનગર મહા નગરપાલિકાની દબાણ હટાવ શાખાની ટુકડી વગેરે જોડાયા હતા, અને બુલડોઝર ની મદદથી સાયચા ગેંગની વધુ છ મિલકતો પર ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. અને અંદાજે ૫૫ હજાર વર્ગ ફૂટ જમીનને ખુલ્લી કરવા માટેની કાર્યવાહી ચાલી રહી છે. આ મેગા ડીમોલેશનને લઈને સમગ્ર બેડી વિસ્તારમાં સોપો પડી ગયો છે.  હાલ સાયચા ગેંગના તમામ સભ્યો ભાગી છૂટ્યા છે, પરંતુ તેઓની મિલકત ને જમીનદોસ્ત કરી દેવાઇ છે.Img 20240318 Wa0102

જામનગરમાં  સાયચા ગેંગ ને મિટ્ટી માં મિલાવી દેવાશે: એસપી ની ગર્જના

જામનગરની શિક્ષિકા ને આત્મહત્યા માટે મજબૂર કરનાર તેમજ નગરના એડવોકેટ હારુન પલેજાની સરા જાહેર હત્યા કરનાર ગેંગ ને નેસ્ત નાબૂદ કરી નાખવા માટે એનો એસ.પી. પ્રેમસુખ ડેલુએ પ્રણ લીધો છે.

જે ગેંગની અગાઉની ત્રણ મિલકતો તોડી પાડ્યા પછી આજે વધારાની છ મિલકતો, કે જેને કાયદા ની મર્યાદામાં રહીને સરકારી જગ્યામાં ખડકી દેવાયેલી વધુ છ મિલકતો પર બુલડોઝર ફેરવી દીધું છે. અને સમગ્ર સાયચા ગેંગને મિટ્ટીમાં મિલાવી દેવાની એસ.પી. દ્વારા ગર્જના કરવામાં આવી છે.

જામનગર પોલીસ તંત્રના આકરા પગલાને લઈને ભારે નાશભાગ થઈ છે, અને તેઓના મહિલા સહિતના પરિવારના તમામ સભ્યો જામનગર છોડીને ભાગી છુટ્યા છે.

એડવોકેટના હત્યારા ગુનેગારોને પકડવા માટે પોલીસ તંત્ર દ્વારા ઝાળ બિચાવવામાં આવી છે, અને એક પણ આરોપીઓને કાયદાની મર્યાદામાં છોડવામાં આવશે નહીં, ઉપરાંત તેઓની મિલકત ને પણ સાફ કરી નાખવામાં આવશે, અને  કાયદાની મર્યાદામાં કોઈ છટકબારી ન રહે, તેની પૂરી તકેદારી ખુદ એસ.પી. દ્વારા રાખવામાં આવી રહી છે.Img 20240318 Wa0103

સાયચા ગેંગ દ્વારા ગરીબ માણસોને વ્યાજે પૈસા લઈ ૩૦ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસુલી ગેરકાયદે મિલકતો વસાવાઈ હતી: એસપી

જામનગર ના સાયચા ગેંગ ના સભ્ય સામે એડવોકેટની હત્યા નીપજાવવા અંગે ગુનો નોંધવામાં આવ્યો છે, અને હાલ આરોપીઓ ભાગી છુટ્યા છે, ત્યારે પોલીસ તંત્ર અને મહાનગરપાલિકા તથા સીટી મામલતદારની ટીમ દ્વારા બેડી વિસ્તારમાં મેગા ડીમોલેસન હાથ ધર્યું છે, અને સાયચા બંધુઓની વધુ મિલકતો પર બુલડોઝર ફેરવાયું છે. ત્યારે જિલ્લા પોલીસ વડા દ્વારા સમગ્ર મામલામાં ઊંડાણપૂર્વકની તપાસ ચલાવવામાં આવી રહી છે.
સાચા ગેંગ દ્વારા મારામારી- ધાકધમકી સહિતના અનેક ગુન્હા આચરવામાં આવ્યા હોવાનું જાણવા માટે મળી રહ્યું છે.
એટલું જ માત્ર નહીં તેઓ દ્વારા ગરીબ માણસોને ગેરકાયદે રીતે નાણાં ધીરધાર કરી માસિક રૂપિયા ૩૦ ટકા જેટલું રાક્ષસી વ્યાજ વસૂલવામાં આવતું હોવાનું અને તે રકમોની ઉઘરાણી ના આધારે મિલકતો ખટકી દીધી હોવાનું અનુમાન લગાવાયું છે, સમગ્ર મામલે એસપી ની આગેવાની હેઠળ ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું છે.

સાગર સંઘાણી

કલમ અને કાગળ સાથે શોખથી વ્યવહાર કરું છું. શબ્દોની સાધક છું small writer in big world. Reader/ writer/ bookholic/ story writer /thinker/ video creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.