Abtak Media Google News

હૃદયએ આપણા શરીરનો મહત્વનો ભાગ છે. હૃદય સંબંધિત રોગો દર વર્ષે સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. આ હૃદયને ધબકતું રાખવાનું કામ હૃદયરોગ નિષ્ણાંત કરે છે ત્યારે જામનગરમાં એક ઘટના સામે આવી છે જેમાં અનેક લોકોના હૃદયને ધબકતું રાખનારા હૃદયરોગ નિષ્ણાતનું આજે હૃદય થંભી ગયું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના જામનગરની છે જ્યાંશહેર જિલ્લાના અનેક લોકોના હૃદયને ધબકતું રાખનારા હૃદય રોગના નિષ્ણાત ડૉ. ગૌરવ ગાંધીનું આજે વહેલી સવારે માત્ર ૪૧ વર્ષની યુવા વયે હૃદય થંભી જતાં જામનગરના તબીબી આલમમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. જ્યારે ડો. ગૌરાવ ગાંધીનો પરિવાર સ્તબ્ધ બની ગયો છે.

જામનગરના સૌપ્રથમ કાર્ડિયોલોજીસ્ટ કહી શકાય એવા યુવા તબીબી કે જેઓ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં કાર્ડિયોલોજીસ્ટ તરીકેની સેવા આપવા આવી રહ્યા હતા, જ્યારે તેઓ જામનગરની શારદા ક્રિટિકલ ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવી રહ્યા હતા. ડોકટરે અનેક લોકોના હૃદયની સારવાર કરીને હૃદયને ધબકતું રાખવા માટેના પ્રયત્નો કર્યા છે, તેમનું આજે સવારે એકાએક હૃદય બંધ પડી ગયું હતું.

આજે સવારે ૭.૩૦ વાગ્યાના અરસામાં પોતાના ઘેર છાતિમાં દુખાવો ઉપડ્યો હતો. જેથી ૧૦૮ નંબરની ટીમને જાણ કરવામાં આવી હતી, અને ૧૦૮ ની ટુકડી તાત્કાલિક અસરથી ડો. ગૌરવ ગાંધીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગઈ હતી, જ્યાં હોસ્પિટલ ના તમામ તબીબો દ્વારા તેઓને સારવાર આપવા માટેના અથાક પ્રયત્નો કરાયા હતા પરંતુ તેઓનું હૃદય આખરે થંભી ગયું હતું.

આ ઘટની જાણ થતા તબીબી આલમમાં તથા પરિવારજનોમાં ભારે શોકની લાગણી છવાઈ હતી. આ દુઃખદ સમાચાર ની જાણ થતાં જામનગર શહેરના અનેક તબીબો જી.જી. હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.