જામનગર ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજી ગેરકાયદે મુસાફરોની હેરફેરી વિરુદ્ધ કરી મોટી કાર્યવાહી

સાગર સંઘાણી

શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે કોઈ ઈચ્છાની બનાવ ન બને તે માટે તેઓ કાર્યવાહી કરતા હોય છે ત્યારે જામનગરની ટ્રાફિક શાખા દ્વારા ખંભાળિયા ધોરી માર્ગ પર માલવાહક વાહનોમાં પેસેન્જર બેસાડતા ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે ઉપરાંત કારમાંથી દૂર કરવામાં આવી છે.

જામનગર શહેર અને ખંભાળિયા ધોરી માર્ગ પર ટ્રાફિક શાખા દ્વારા ગઈકાલે ટ્રાફિક ડ્રાઈવ રાખવામાં આવી હતી, અને માલવાહક વાહનોમાં ગેરકાયદે મુસાફરોની હેરાફેરી કરતા વાહન ચાલકો સામે દંડકીય કાર્યવાહી કરી હતી. સાથો સાથ ૯ ફોર વ્હીલરો માંથી ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી.

ટ્રાફિક શાખાના પી.આઇ. અલ્પેશ ચૌધરી તેમજ પી.એસ.આઇ.એમ.વી મોઢવાડિયા ની આગેવાનીમાં જામનગર થી ખંભાળિયા ધોરી માર્ગ પર સિક્કા પાટીયા મેઘપર સહિતના વિસ્તારોમાં મોટાપાયે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને ગેરકાયદેસર રીતે માલવાહક વાહનોમાં પેસેન્જર બેસાડી ને મુસાફરી કરાવાતી હોય તેવા વાહનોને ચેક કરવામાં આવ્યા હતા. જે ચેકિંગ દરમિયાન માલવાહક વેન માં ગેરકાયદે મુસાફરોને બેસાડીને પૈસા ઉઘરાવી લઈ જવામાં આવતા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેમાં ૮ વાહનો ડિટેઇન કરી લીધા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૧૨૦૦નો દંડ વસુલ્યુ છે.

આ ઉપરાંત સાત રસ્તા સર્કલ સહિતના વિસ્તારમાં ટ્રાફિક શાખા દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને ડાર્ક ફિલ્મ વાળી કાર સામે પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અને ડાર્ક ફિલ્મ લગાવેલી ૯ જેટલી કારને રોકાવીને તેમાંથી સ્થળ પર જ ડાર્ક ફિલ્મ દૂર કરવામાં આવી હતી, ઉપરાંત તેઓને દંડ ફટકાર્યો છે.