Abtak Media Google News

ગૃહ રાજ્યમંત્રીની સુચનાથી ગુજરાત પોલીસ દ્વારા દારૂના દુષણને ડામવામાં આવતા હોય છે ત્યારે જામનગર પોલીસ દ્વારા દારૂના દુષણને અટકાવવા કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે શહેરમાં સીટી એ ડિવિઝન, બી ડિવિઝન અને સી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવેલ દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું.

306Aa0A0 Bc19 4085 B551 5Fd7Da4031F1

પ્રાપ્ત વિગતો અનુસાર આજે શહેર પોલીસ દ્વારા પકડી પાડવામાં આવેલા જુદી જુદી બ્રાન્ડના ઈંગ્લીશ દારૂની કુલ 33,861 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો. રેલવે પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવેલ 2355 બોટલ કિંમત રૂપિયા 2.42.775 પકડી પાડવામાં આવ્યો હતો. સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરાયેલ 9547 બોટલ જેની કિંમત રૂપિયા 41, 22, 980 ની કિંમતનો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો.

Screenshot 8 4

સીટી બી ડિવિઝન પોલીસ દ્વારા ઝડપાયેલા રૂપિયા 54, 99 290ની કિંમતના દારૂની 13161 બોટલનો નાશ કરવામાં આવ્યો હતો એજ રીતે સીટી સી ડિવિઝન પોલીસ દ્વારા જપ્ત કરાયેલ   રૂપિયા 34,54, 600ની કિંમતનો 8798 બોટલ દારૂનો નાશ કરાયો હતો. આમ કુલ 1.33 કરોડની કિંમતનો 33861 બોટલ દારૂનો જથ્થો નાશ કરાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.