Abtak Media Google News

મોબાઈલ ફોન પર પઠાણી ઉઘરાણીની ધમકીથી ઝેર પી જીવન ટુંકાવ્યું

જામનગર રહેતા અને ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતા યુવાને રાજકોટ મેટોડા પાસે લેણદારોના ત્રાસથી દવા પી આપઘાત કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં રહેતો અને ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડરની નોકરી કરતો કૌશિક ભીખુભાઈ લખતરીયા નામના ૨૮ વર્ષીય યુવાને રાજકોટ પોતાના ભાઈને મળવા જીઆરડીસી મેટોડા ખાતે મળવા આવ્યો હતો ત્યારે લેણદારોના ફોનનાં ત્રાસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા પરીવારમાં અરેરાટી મચી જવા પામી છે.

મૃતક કૌશિક રાજકોટ સ્થિત પોતાના મોટાભાઈ કમલેશભાઈને મળવા માટે મેટોડા જીઆઈડીસી ખાતે આવ્યો હતો ત્યારે લેણદારો દ્વારા અવાર-નવાર ફોન પર ધાક-ધમકીઓ આપવામાં આવતી હતી ત્યારે રાજકોટ આવેલા કૌશિકને લેણદારોનો ફોન આવતા યુવાનને લાગી આવ્યું હતું ત્યારે પોતાના પિતરાઈ ભાઈની દુકાન પાસે ઝેરી દવા ગટગટાવતા તબિયત લથડતા ૧૦૮ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં યુવાને દમ તોડતા ચકચાર મચી જવા પામી છે.

પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. ત્રણ ભાંડેરાઓમાં સૌથી નાના ભાઈ કૌશિકભાઈએ આપઘાત કરતા પરીવારમાં શોકનું વાતાવરણ ફેલાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.