Abtak Media Google News

ઇ.સ. 1540માં સ્થપાયેલું જામનગર આઝાદી પહેલા નવાનગર તરીકે ઓળખાતું સૌરાષ્ટ્રનું એક રજવાડું હતું

જામ હરી રાવલજીએ સૌરાષ્ટ્રના ભાગો જીતી લીધાં હતા અને 999 ગામોને આ પ્રદેશનું નામ જાડેજા શાખાના મૂળપુરુષ ગાજનના પુત્ર હાલાજીના નામ પરથી હાલાર તરીકે નામ આપ્યું, ત્યારથી આ પંથક હાલાર તરીકે ઓળખાઇ છે. તે સમયના હાલાર રજવાડાની હદમાં ઉત્તરે કચ્છનો અખાત અને કચ્છનું નાનું રણ, પશ્ચિમે ઓખામઢીનું રણ અને અરબી સમુદ્ર, પૂર્વમાં મોરબી, રાજકોટ આવેલા છે.

1024Px Lakhota Tower In Evening By Rangilo

નવાનગરના મહારાજાનો આ મહેલ લાખોટા તળાવની મધ્યમાં એક ટાપુ પર આવેલો છે જેને હાલમાં સંગ્રહાલયમાં ફેરવવામાં આવ્યો છે. આ કિલ્લા જેવા મહેલમાં અર્ધ ગોળાકાર ગઢ છે, ગઢના કાંગરા અને બુરંજો ધરાવતા આ કિલ્લામાં પ્રવેશતા જ તલવારો, બંદુકો અને બારુદ ભરવાના કૂંજાઓનું પ્રદર્શન જોવા મળે છે. તળાવની વચ્ચે આવેલા આ ટાપુ પરથી તળાવની પેલે પાર જવા માટે સુંદર કારીગરીવાળા કઠેડાથી શોભતો કમાનાકર પથ્થરનો પુલ આવેલો છે.

133167821Pratap Vilas Palace

કિલ્લાના સંગ્રહાલયમાં શિલ્પોનો સારો સંગ્રહ છે જે 9મીથી 18મી સદીના સમય દરમિયાનના છે. આ ઉપરાંત આસપાસના ગામોમાંથી મળી આવેલા મધ્યકાલિન માટીકામના વાસણો પણ અહિં પ્રદર્શિત કરવામાં આવેલા છે. આ સંગ્રહાલય રણમલ તળાવની ઉત્તરીય બાજુના ટૂંકા પુલ પરથી પહોંચી શકાય છે અને બુધવાર સિવાય રોજ ખુલ્લું હોય છે.

રિલાયન્સ ઈન્ડસ્ટીઝ

133274 Bechtel Jamnagar 2007

ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની કંપનીએ જામનગર જિલ્લાની નજીક મોટી ખાવડી ગામે વિશ્વની સૌથી મોટી રિફાયનરી સ્થાપ્યા બાદ જામનગરનું મહત્વ વધ્યું છે. આ ઉપરાંત એસ્સાર ઓઈલ, બીજી એક મહત્વની ઓઈલ રિફાયનરી પણ આ જિલ્લામાં આવેલી છે. આ ઉપરાંત જામનગરનું નામ પિત્તળની વસ્તુઓ બનાવવામાં વિશ્વ પ્રસિદ્ધ છે. અહીંનો પિત્તળ ઉદ્યોગ ઇસ. ૧૯૬૦થી શરુ થયો છે. જામનગર જિલ્લામાં પિત્તળનાં અસંખ્ય કારખાનાઓ પણ આવેલા છે જેમાં ઉત્પાદન થતી વસ્તુઓ ભારતના અન્ય રાજ્યો ઉપરાંત વિદેશમાં પણ વેચાણ અર્થે જાય છે.

ક્રિકેટ

Ranjitsinghji

ક્રિકેટ બાબતે જામનગરનું નામ હંમેશા અવ્વલ દરજજા પર રહયું છે, ભારતમાં રમાતી રણજી ટ્રોફિ તે જામનગરના રાજવી જામરણજીતસિંહજીના નામે રમાઇ છે, તેવી જ રીતે દિલીપ ટ્રોફી જામનગરના પ્રિન્સ દિલીપસિંહજીના નામે રમાઇ છે. આ ઉપરાંત જામનગરે અનેક વિશ્વ વિખ્યાત ટેસ્ટ ક્રિકેટરો આપયા છે. જેમાં વિનુ માંકડ, સલીમ દુરાની, ઇન્દ્રજીતસિંહ, અજય જાડેજા અને હાલમાં રમતા રવિન્દ્ર જાડેજાનો સમાવેશ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.