Abtak Media Google News

અવાજ ઉઠાવનાર વૈષ્ણવને પરિવાર સહિત ગનથી પતાવી દેવાની ધમકીથી ચકચાર:૧૮મી થી અન્નશનનું એલાન

જામગરમા આવેલી સદીઓ પુરાતન અને વૈષ્ણવોના આસ્થાના પ્રતિક પાવન  ધામ મહાપ્રભુજીની બેઠકમા વ્રુદ્ધો , મહિલાઓ સહિત ના વૈષ્ણવ દર્શનાર્થીઓ સાથે થતા હળાહળ અન્યાય સામે અવાજ ઉઠાવનાર અને કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ રજુઆત કરનાર વૈષ્ણવ ને સંસ્થાના એક સંચાલકે પરિવાર સહિત ગન થી મારી નાંખવાની ધમકી આપતા ચકચાર મચી છે અને આગામી તારીખ ૧૮ થી બેઠકજી સામે વૈષ્ણવો અન્નશન ઉપર ઉતરવાના છે.

સુપ્રસિદ્ધ ઐતિહાસીક નગર જામનગરમા જ્યા અનેક પુરાતન અને પ્રસિદ્ધ મંદિરો આવેલા હોઇ છોટી કાશીનુ ઉપનામ મળ્યુ છે. તેવા આ શહેર માં કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠકજી આવેલા છે.

અખંડ ભારતમા તે વખતે વલ્લભાચાર્યજી મહાપ્રભુ એ ૮૪ સ્થળોએ પાવન પગલા કરેલા અને પધરામણી કરી શ્રીમદ ભાગવતજીનુ વૈષ્ણવોને રસપાન કરાવેલુ. સાક્ષાત પ્રભુ એ એમના શ્રીમુખેથી દિવ્ય સત્સંગની ધારા વહેવડાવેલી તે આ બેઠકજી નું અનન્ય મહત્વ છે. જ્યા ભાવ પુર્વક દર્શનાર્થે ખુબ બહોળી સંખ્યામા વૈષ્ણવો નિયમીત આવે છે અને મહાપ્રભુજીના શ્રીદર્શન કરી ધન્યતા અનુભવે છે જેમાં દરેક વર્ગના અને સમાજના ખુબ બહોળા સમુદાયનો સમાવેશ થાય છે.

આ સંસ્થામા બની બેઠેલા અમુક સંચાલકો પોતાની પેઢીની જેમ આ ધર્મસ્થાન નુ મનમાની કરી ધર્મસ્થાન ની ગરિમા ઝંખવાય તે રીતે વૈષ્ણવો સાથે તુમાખી ભર્યા વ્યવહાર કરેછે. જેની સામે અવાજ ઉઠાવી દર્શનાર્થીઓ ને થતા હળાહળ અન્યાય અને અમુક ઓચિત્ય ભંગ કરતી બાબતો બંધ કરાવવા અને સુચારૂ વહિવટ થાય તે માટેની મુદાસર રજુઆત જિલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ કક્ષાએ વૈષ્ણવ અને શ્રીજીના પરમ સાધક તેમજ સમાજ સેવક હર્ષદભાઇ પાબારી એ કરી છે અને તેમા મુખ્ય ગેઇટ બંધ રખાતા હોવા સહિતની વિક્રુતિજનક ક્રુત્યો તાત્કાલીક અટકાવવા તેમજ અયોગ્ય સંચાલકોને પાણીચુ આપવા તેમજ પરંપરાગત એવા વૈષ્ણવોના આસ્થાના પ્રતિક એવી મહાપ્રભુજીની બેઠકજી ની ગરિમા જાળવવા તાત્કાલીક પગલા લેવાની માંગણી કરી છે.

બીજી તરફ સમગ્ર પણે વૈષ્ણવોને થતા અન્યાય સામે અહિંસક લડત કરવા જ્યા સુધી યોગ્ય પગલા નહી લેવાય અને મહાપ્રભુજીની બેઠકજીની સુચારૂ વ્યવસ્થા નહી ગોઠવાય અને અમુક પેધી ગયેલા સંચાલકો સામે પગલા નહી લેવાય તો વૈષ્ણવોએ બેઠકજી સામે ૧૮ મીથી અન્નશન ઉપર ઉતરવાના છે.આ સમગ્ર ધાર્મિક સ્થાન ની અણઘડ અન્યાયી નિતિ રિતિની બાબતે સમગ્ર હાલાર પંથકમા ચકચાર મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.