Abtak Media Google News

યાર્ડમાં રજીસ્ટર્ડ થયેલા અડધો અડધ ખેડુતોની માંડવી હજુ વેંચાઇ નથી

સમગ્ર હાલાર પંથકમા સૌથી વધુ મગફળીનુ ઉત્પાદન કરતા બારાડી પંથકના ખેડુતો એ મગફળી વેંચાણ ની હૈયા હોળી થી ત્રાસી જઇ ૮૦ મણ મગફળીની હોળી કરી. વાવણી થી માંડી ઉપજ સુધી ધુળ સાથે ધુળ થતા ખેડુતો એ કેવા ભળ ભળ બળતા જીવે આ માંડવી હોળી માં હોમી હશે તેની કલ્પના   ખેતી પ્રધાન  દેશમાં ખેડુતો ની કરૂણ અને દયનીય સ્થિતિ નો અંદાજ શરમજનક રીતે કરાવે છે

સરકાર ટેકાના ભાવે પાક ખરીદી કરવાની મોટી મોટી વાતો કરે છે પણ વાસ્તવિકતા એ છે કે એમાં પણ લાગવગ, સગાવાદ, ભ્રષ્ટાચાર, ભાગબટાઇનો ભોગ ખેડુતોએ જ બનવું પડે છે ખરેખર ટેકો સરકાર નહી પણ ખેડુતો સરકાર અને તેના મળતિયાઓને ટેકો આપતા હોય તેવો ઘાટ રચાયો છે

વર્તમાન સમયમાં ખેડુત મગફળી, કપાસ, ધાણા, જીરું, ચણા વગેરે ખેત પેદાશ તૈયાર છે પણ ભાવો તળીયે બેસી ગયા છે ખેડુત તૈયાર થયેલા પાકને ઘરે રાખી શકતો નથી કે વેચી પણ શકતો નથી ઘરે રાખે બગડી જવાનો ભય રહે છે  તે ઉપરાંત ખેડુતોએ વર્ષ દરમિયાન કરેલા આયોજનમાં વિક્ષેપ પડે છે  આવી પરિસ્થિતિમાં ખેડુત કરે તો કરે શું ? ? ? ?

સરકારની ખેડૂત વિરોધી નિતિ રીતીના વિરોધમાં આજે ખેડુત હિત રક્ષક સમિતિએ દેવભુમી દ્વારકા જીલ્લાના કલ્યાણપુર તાલુકાના જામ દેવરિયા ગામે મગફળી, કપાસ, ધાણા, જીરું, ચણા વગેરે ખેત પેદાશની હોળી કરી વિરોધ વ્યક્ત કર્યો હતો હોળીના પવિત્ર દિવસે વિરોધનો એક નવતર પ્રયોગ કરી સરકાર શ નું ધ્યાન દોરવા  પ્રયાસ કર્યો હતોઆ કાર્યક્રમમાં ખેડુત હિત રક્ષક સમિતિના પ્રમુખ પાલાભાઈ આંબલીયા, નારણભાઈ કરમુર, નરેશ ડુવા, ખીમાભાઇ આંબલિયા,  નટુભાઈ માડમ, કનુભાઈ ડુવા, માલદે સુવા, રામસીભાઈ વરુ, આલાભાઈ આંબલિયા, નારણભાઇ વરુ, સવાભાઈ ગોજીયા, નેભાભાઈ ભાટીયા  વગેરે ઉપસ્થિત રહ્યા હતા

ઉલ્લેખનીય છે કે  હાલારના યાર્ડોમા રજીસ્ટર્ડ થયેલા માંથી અડધો અડધ ખેડુતોની હજુ માંડવી વેંચાઇ નથી

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.