Abtak Media Google News

15 કિ.મી.ના યાત્રાના રૂટમાં 30 સ્થળે યાત્રાનું સ્વાગત કરાશે

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે જણાવ્યું છે. ભાજપા સરકાર ધ્વારા કરાયેલા કાર્યો પણ પ્રજા સુધી પહોંચે તે હેતુસર પ્રજાના આશિર્વાદ મેળવવા માટે આ ‘જન આશિર્વાદ યાત્રા’નું આયોજન કરાયેલ હોય તે અંતર્ગત રાજકોટ ખાતે કાલે કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની ‘જન આશિર્વાદ યાત્રા’ યોજાશે.

આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવા શહેર ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ને આખરી ઓપ આપવામાં આવેલ છે ત્યારે રાજકોટ મહાનગર ખાતે આ ‘જન આશિર્વાદ યાત્રા’ માં સુચારૂરૂપે સંચાલન, હેતુ, વ્યવસ્થા જાળવવી, માર્ગમાં યાત્રાનું સન્માન, પુજા, સ્વાગત અને જનમાનસ સુધી પહોંચે તે માટે સુપર્બ આયોજન કરવામાં આવેલ છે ત્યારે જન આશિર્વાદ યાત્રા સમગ્ર રૂટ ઉપર વિવિધ સેવાકીય, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા યાત્રાનું ભવ્ય સ્વાગત અને સાંસ્કૃતીક કાર્યક્રમો, રાસગરબી દ્વારા રાસના સથવારે ડી.જે, બેન્ડની સૂરાવલિઓ સાથે દેશભકિતના ગીતોથી વાતાવરણ ગુંજશે.

ત્યારે રાજયના કેબીનેટ મંત્રી જીતુભાઈ વાઘાણીની જન આશિર્વાદ યાત્રા સવારે 10:00 થી માધાપર ચોકડી ખાતે ભવ્ય સ્વાગત સાથે પ્રારંભ થઈ અયોધ્યા ચોક,શીતલ પાર્ક ચોક, નાણાવટી ચોક, રૈયા ચોકડી, ત્રીમુર્તી બાલાજી મંદિર, 150 ફુટ રીંગ રોડ, ઈન્દીરા સર્કલ,કે.કે.વી. સર્કલ, નાનામવા ચોકડી,બાલાજી સર્કલ, ઓમનગર સર્કલ, મવડી ચોકડી,રાજુભાઈ બોરીચાની ઓફીસ,વિશ્વેશ્વર મહાદેવ મંદીર,ફુલીયા હનુમાન, મંદીર, મવડી મેઈન રોડ,ખાદીભવન ચોક,સરોજીની નાયડુ સ્કુલ ચોક,સ્વામી નારાયણ ચોક લોધેશ્વર ચોક, પીડીએમ કોલેજ,નારાયણ નગર આરોગ્ય કેન્દ્ર,ત્રીશુલ ચોક, જીવરાજ હોસ્પિટલ ચોક,જલારામ ચોક, ભકિતનગર સર્કલ,વર્ષા પાન ચોક,કાન્તા સ્ત્રી વિકાસ ચોક,ઢેબર રોડ, ભુતખાના ચોક, કાપડ મીલ પાસે કિશોરસિહજી મેઈન રોડ,મઢુલી ચોક થઈને કરણપરા સ્થિત શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન થશે.

યાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં ફરશે : 15 કી.મી. કરતા પણ વધારે લાંબા કુલ 30 થી પણ વધારે રૂટ પર યાત્રાનું વ્યાતિભવ્ય સ્વાગત કરાશે: સામાજીક-શૈક્ષણિક-સેવાકીય સંસ્થાઓના અગ્રણીઓ જોડાશે, સમગ્ર રૂટ પર બેન્ડ-ડીજે સાંસ્કૃતીક કાર્યક્રમો – દેશભકિતના ગીતો ગુંજશે : ઠેરઠેર લોકોનું અભિવાદન ઝીલી યાત્રાનું શહેર ભાજપ કાર્યાલય ખાતે સમાપન થશે વિવિધ રૂટ પર જનસમુદાય આશિર્વાદ સાથે ‘જન આશિર્વાદ યાત્રા’ ને ફુલડે વધાવશે, શહેર ભાજપના વિવિધ મોરચા અને વિવિધ સેલના પ્રમુખમહામંત્રીઓ, સંયોજકો સહીતના કાર્યકર્તાઓ રૂટ પર ખડે પગે રહી વ્યવસ્થા જાળવશે.

યાત્રાના 15 કિ.મી. કરતા પણ વધારે લાંબા રૂટ પર યાત્રાને આવકારતા બેનર, હોડીંગ્સ, પાર્ટીના ઝંડા, ઝંડીથી શહેરના રાજમાર્ગો પર દ્રશ્યમાન થતો કેસરીયો નજારો છવાયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.