Abtak Media Google News

શ્રાવણ મહિને એટલે હિન્દુઓના મોટામા મોટો તહેવારનો મહિનો…

જન્માષ્ટમી પૂજામાં પ્રસાદનું મહત્વ ખૂબ આગવુ હોય છે જેથી આજે તમને ભગવાનને ચડાવવા માટે પંજરી તથા પંચામૃત બનાવવાની સાચી રીત જણાવીશું. જે આ પ્રમાણે છે.

 

પંચામૃત : પંચામૃત એટલે પાંચ અમૃતનો સમૂહ…..

  • સામાગ્રી :
  • – એક કપ દૂધ
  • – અડધો કપ દહીં.
  • – ૧ મોટી ચમચી મધ
  • – ૧ ચમચી ખાંડ
  • – ૧ નાના ચમચી ઘી
  • – ગંગાજળ
  • – તુલસીજળ

રીત :

સૌ પ્રથમ દૂધને એક વાસણમાં નાખી તેમા દહી, મધ, ઘી, ખાંડ અને ગંગાજળ બરાબર મિક્સ કરીને હલાવો. તેમજ તેમા તુલશીદળ ઉમેરવાનું ન ભૂલતા.

– આ પંચામૃતનો ઉપયોગ ભગવાનને સ્નાન કરાવવામાં થાય છે. અને ત્યાર પછી ભક્તો તેનો પ્રસાદ લે છે.

પંજરીની સામાગ્રી :

  • – ૧૦૦ ગ્રામ સુકા ઘાણાનો પાવડર
  • – ૫૦ ગ્રામ વાટેલા સુકો મેેવો
  • – ૧૦૦ ગ્રામ કોપરાનું છીણ
  • – ૫૦ ગ્રામ દળેલી ખાંડ
  • – ૪-૫ વાટેલી ઇલાયચી

રીત :

સૌ પ્રથમ સુકો મેવોને ઘીમા તાપા પર શેકો ત્યાર બાદ તેમા ધાણાનો પાવડર ઉમેરી બે થી પાંચ મિનિટ બરાબર શેકી લો. આ મિશ્રણ ઠંડુ થાય એટલે તેમાં કોપરાનું છીણ અને દળેલી ખાંડ નાખીને મિક્સ કરી લો. ત્યાર બાદ આ મિશ્રણમા વાટેલી ઇલાયચી અને સુકા મેવાની કતરણ નાખીને મિક્સ કરવુ તો તૈયાર છે તમારા પંજરી પ્રસાદ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.