સંવત્સરી મહાપર્વ : ક્ષમા વિરસ્ય ભૂષણમ્

સંવત્સરી મહાપર્વ એટલે અગાઉ અને વર્તમાનમાં તમામ તપ, જપ, પૂણ્યની જો ફળશ્રૃતિ હોય તો તે છે ક્ષમાપના. ક્ષમા પ્રાપ્તિ વગર તમામ સતકર્મો, પુણ્ય, નિરર્થક ગણાય છે. ધર્મ સાધનાના મૂળભૂત સિદ્વાંતોમાં તમામ મહત્વ સૌ પ્રથમવાર ભગવાન મહાવીર સ્વામીએ જગતને આપ્યું છે. ક્ષમાએ વીરનું સાચુ આભૂષણ ગણાય છે. સંવત્સરી મહાપર્વનો માનવ સમાજને એ જ સંદેશો છે કે ક્ષમાભાવથી જ સંસારમાં સર્વ કલ્યાણમાં ધરોહર રચાય છે. ધર્મ કલ્યાણના અવિરભાવથી ભગવાન મહાવીર સ્વામીએ આપેલી અહિંસાની જ્ઞાનદિક્ષાની જેમજ ક્ષમાભાવમાં જ સંસારનો સાચો ધર્મ સમાયેલો છે. ક્ષમાભાવ થકી જ માનવ સમાજમાં સંતુલનનો ભાવ રચાય છે. ધર્માનુરાગનુ પુણ્યફળ આપતાં સંવત્સરીના મહાપર્વનો આધાર જ ક્ષમાભાવ પર રહેલો છે. પર્યુષણ પર્વ આત્મશુદ્વિનો અવસર છે. મનને મેલ સાફ થાય છે. મનુષ્યને ત્યાગનું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને પરમેશ્ર્વર સમીપ જવાના દ્વાર ખૂલે છે અને ક્ષમાભાવ થકી મનુષ્યની પુણ્યયાત્રા પૂર્ણ થાય છે. જાણે અજાણે થતા દોષ માટે ક્ષમાયાચનાનો ભાવ મનુષ્યને નિર્મળ બનાવે છે. ક્ષમાભાવ એ શક્તિનું પ્રતિક છે. ક્ષમા માંગવી, આપવી તે અધૂરપની નહિં પૂર્ણતાના સંસ્કાર છે. ક્ષમા વીર વ્યક્તિત્વનું આભૂષણ છે. જેવા તેવા પ્રચ્છન્ન જીવો, સંસ્કારોને ક્ષમાભાવનું આભૂષણ મળતું નથી અને શોભતું પણ નથી. ક્ષમા માંગવીએ વીર પુ‚ષની નિશાની છે. આથી જ સંવત્સરીના મહાપર્વનો મર્મ ક્ષમાભાવએ મનુષ્યના ઉત્તમ ગુણોમાં ગણાય છે. આત્મજાગૃતિના મહાપર્વ પર્યુષણના અંતે આવતી સંવત્સવરી ક્ષમા અને મિત્રતાનું સંદેશ આપે છે. જેનાથી માનવ સમાજ સંતુલન પરસ્પરની એકેયતા અને પુણ્યની દિક્ષા આપનારું પર્વ છે. ક્ષમાભાવથી મનના દરવાજા ખૂલે છે અને મિત્રતાની જ્યોત સમગ્ર સંસારને દિવ્ય બનાવે છે. વર્ત, ઉપવાસ, પ્રવચન, સ્વાધ્યાય અને ધર્મજ્ઞાનની પ્રાપ્તિ માટે દરેક જલ્દીથી તૈયાર થઇ જાય છે. પોતાની જાતને ધર્મ સમર્પિત કરી દે છે અને દૈહિકરીતે ધાર્મિક પ્રવૃતિઓમાં પરોવાઇને ધર્મઅનુરાગી બનવામાં દરેક ઉત્સાહપૂર્વક જોડાય છે. પરંતુ અત્તર મનમાં પડેલી ગાંઠો ખોલવા માટે અને સમાજમાં સમાનતાનો ભાવ ઉભો થાય તે માટે મૈત્રીપૂર્ણ બનવા માટે સ્વયંમ કેટલા તૈયાર થાય છે. તેનો આધાર તો સ્વયંમમાં ક્ષમાભાવ કેટલો જાગૃત છે તેના પર આધારિત છે. ત્યાગ, વૈરાગ, ધર્મ અને સમર્પણ જેવા શબ્દો બોલવામાં અને સાંભળવામાં સારા લાગે પરંતુ તેનું સાચું પૂણ્ય તો તમારી આત્મા કેટલા અંશે ધર્માનુરાગી બની છે તેના પર આધાર રાખે છે. ભગવાન મહાવીર પુ‚ષાર્થવાદી છે. તેમણે જીવનમાં પરમ લક્ષ્ય કોઇ અન્ય વિરાટ‚પમાં વિલીન થાય તેવું નથી માનતા અને સ્વયંમની ભૂલ ઢાંકીને સિધ્ધી પ્રાપ્ત કરવી એ અધર્મ છે. સમગ્ર જીવન, સત્તા, વૈભવ અને સાધનો જીવનના સાધન હશે પરંતુ સાધ્ય નથી. પૂણ્યની વાતો અને ધર્મનુ અનુસરણ સરળ હશે પરંતુ આત્મશુદ્વિ જોઇએ એટલી સરળ નથી. આથી જ જે વ્યક્તિ ક્ષમાભાવ અપનાવે, પોતાની ભૂલ સ્વીકારી માફી માંગે એ વ્યક્તિ સંસારમાં અસામાન્ય ગણાય. ભગવાન મહાવીરે પણ દરેક જીવને શક્તિનું સંચય અને તેની પરખ ક્ષમાભાવની એરણ પર કરવાનું કહ્યું છે. સંવત્સરી મહાપર્વ માનવ સમાજ દ્વારા ઉજવવામાં આવતાં તમામ અવસરોમાં સર્વશ્રેષ્ઠ એટલા માટે જ છે કે સંવત્સરીએ માનવીને માફી આપવા અને માફી માંગવાના ઉમદા સંસ્કારો આપે છે. ક્ષમા એ કાયરનું કામ નથી, ક્ષમાને વિરત્વનું આભૂષણ કહેવાયું છે. સંવત્સરીની ઉજવણીનો મર્મ માત્ર મહાવીર ભક્ત માનવ સમુદાય પૂરતો જ નથી. સંવત્સરીનો ખરો મર્મ સમજીને સમગ્ર માનવ જાતને સ્વમૂલ્યાંકન પોતાની આત્માની પરખ અને જાણ્યે, અજાણ્યે થઇ ગયેલાં દોષ અંગે ક્ષમા માંગવાની આત્મશક્તિ વિકસાવવાનું સંદેશો આપે છે. માણસ જો ભૂલની માફી માંગતા શીખી જાય તો સંસારમાં કોઇ એવા પરિમાણો નહિં હોય કે જેનાથી માનવી પરાજીત થાય. આથી જ સંવત્સરી મહાપર્વએ ક્ષમાને વિરત્વનું આભૂષણ ગણાવ્યું છે. સર્વે જીવને “મિચ્છામી દુક્કડમ