Abtak Media Google News

જાપાનમાં સોમવારે સવારે 6.1 તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે. તેમાં 3 લોકોના મોત થયા છે.કેટલું નુકસાન થયું છે તેનો હજુ કોઈ ચોક્કસ આંક મળ્યો નથી. હવામાન વિજ્ઞાન એજન્સીના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું મુખ્ય કેન્દ્ર ઓસાકાના ઉત્તરી વિભાગનું હતું. હાલ સુનામીની ચેતવણી આપવામાં આવી નથી. શરૂઆતમાં ભૂકંપની તીવ્રતા 5.9 નોંધવામાં આવી હતી. પરંતુ ત્યારપછી તે વધીને 6.1 થઈ ગઈ હતી.

Advertisement

* ભૂકંપના ઝટકાના કારણે ઓસાકામાં સ્વીમિંગ પૂલની પાસે એક દિવાલ પડી જવાના કારણે એક 80 વર્ષના વૃદ્ધ અને એક 9 વર્ષની બાળકીને ગંભીર ઈજા થઈ છે. ત્યારપછી તેમનું મોત થઈ ગયું હતું. ભૂકંપના કારણે ઘણાં લોકોને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની પણ માહિતી મળી છે.

* કંસાઈ ઈલેક્ટ્રિક પાવરે જણાવ્યું કે, ભૂકંપ પછી મિહામા અને તાકાહામા પરમાણુ સંયંત્રોમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી જોવા મળી નથી. જોકે હાલ સુરક્ષાના ભાગ રૂપે ઓસાકાના પડોશી પ્રાંત હ્યોગોમાં વીજળીનો સપ્લાય રોકી દેવામાં આવ્યો છે. તેના કારણે અંદાજે 1 લાખ 70 હજાર પરિવારને અસર થઈ છે.

* ભૂકંપની રેલવે અને ઉડાન સેવા ઉપર પણ ખરાબ અસર થઈ છે. ઓસાકામાં ટ્રેન સેવા બંધ કરી દેવામાં આવી છે. ઓસાકા ઈન્ટરનેશનલ એરપોર્ટ ઉપર પણ ઉડાન રોકી દેવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.