Abtak Media Google News

જાપાની વડાપ્રધાન શીન જો અબે ૧૩ થી ૧૫ સપ્ટેમ્બર સુધી ભારતના રાજદ્વારી ‘મહેમાન’ બનવાના છે

જાપાનના વડાપ્રધાન શીન જો આબે ગુજરાતમાં રૂપીયા ૨૫૦૦૦ કરોડના રોકાણ લઈ આવશે. આ સિવાય અમદાવાદ અને મુંબઈ વચ્ચેના હાઈસ્પીડ રેલ યોજનાનું ભૂમિપૂજન પણ શીન જોના હસ્તે કરવામાં આવશે. તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતની મુલાકાતે આવવાના છે.

અગાઉ ચીનના પ્રમુખ શી જિન પિન્ગ (૨૦૧૪), અમેરિકાના વિદેશ મંત્રી જોહન કેરી (૨૦૧૪) અને યુનાઈટેડ નેશનના પ્રમુખ ગુજરાતની મુલાકાતે આવી ચૂકયા છે.

શીન જો આબે આગામી તા.૧૩ થી ૧૫ સપ્ટેમ્બર દરમિયાન ભારતના સત્તાવાર મહેમાન બનવાના છે.

તેઓ ૨૫૦૦૦ કરોડ ‚પીયાના રોકાણ ગુજરાતમાં લઈ આવશે. ઈન્ડસ્ટ્રીયલ સેકટરમાં તેઓ એમઓયુ કરશે. તેમની સાથે પ્રતિનિધિ મંડળ ગુજરાતના વિવિધ પ્લાન્ટની મુલાકાત લઈને એક સર્વે પણ કરશે.

મોદીની સાથે શીન જો અમદાવાદના સાબરમતી આશ્રમે પણ જવાના છે. તેમની સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ રહેશે. અત્યારે ભારત અને જાપાન વચ્ચે ખૂબ સારા રાજદ્વારી સંબંધો છે.

તાજેતરમાં ડોકલામ વિવાદ મામલે ચીન સામે ભારતની તરફેણમાં જાપાન હતુ. જાપાન ભારતની પડખે એટલા માટે છે કે વર્તમાન સમયમાં ભારત વિદેશી રોકાણકારો માટે ‘સોનાની લગડી’ સમાન છે. કોઈ દેશ ભારતમાં રોકાણ એટલે ‘ફાયદાનો સોદો’ તેમ માનીને ચાલે છે. તેથી જ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે આટલું મહત્વ મળી રહ્યું છે.

એકંદરે શીન જો આબે ભારતમાં આવશે ત્યારે ગુજરાત અવશ્ય આવવાના છે અને તેઓ રૂપીયા ૨૫૦૦૦ કરોડના રોકાણ લઈ આવશે તે દીવા જેવી સ્પષ્ટ વાત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.