Abtak Media Google News

જસદણ વિધાનસભા બેઠકનીપેટા ચૂંટણીમાં આગામી ગુરૂવારના રોજ મતદાન પ્રક્રિયા યોજાનારછે. જે સંદર્ભે આજે રાત્રે ઘેલા સોમનાથ ખાતે ચૂંટણી સ્ટાફની અંતિમ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.ઉપરાંત પેટા ચૂંટણીમાં ૨૬૨ પૈકી ૨૬ બુથ પરથી વેબકાસ્ટીંગ પણ કરવામાંઆવનાર હોવાનું જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ જણાવ્યું હતું.જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી અંતર્ગત જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારાચાલી રહેલી તૈયારીઓ હાલ પૂર્ણતાના આરે છે. પેટા ચૂંટણીમાં આગામીગુ‚વારના રોજ મતદાન પ્રક્રિયા હાથધરવામાં આવનાર છે. જસદણના કમળાપુર રોડ પર આવેલી મોડેલ સ્કૂલમાં જ રીસીવીંગ, ડિસ્પેચીંગ તેમજ કાઉન્ટીંગ થનાર છે. જસદણ વિધાનસભા બેઠકવિસ્તારમાં કુલ ૨૬૨ મતદાન મથકો આવેલા છે. આ તમામ મતદાન મથકોનું નિરીક્ષણ કરવા માટે ૩૦ જેટલા માઈક્રોઓબ્ઝર્વરની નિમણૂંક કરી દેવામાં આવી છે.આ ઉપરાંત ૨૬ બુથ પરથી વેબકાસ્ટીંગ પણ કરવામાં આવનાર છે. વીડિયોગ્રાફી માટે ૩૦ જેટલા વિડીયોગ્રાફર પણ રાખવામાં આવ્યા છે. જસદણ પેટા ચૂંટણીમાં કામગીરી કરનાર સ્ટાફને આજરોજ રાત્રે ઘેલા સોમનાથ ખાતે તાલીમ આપવામાં આવનાર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.