Abtak Media Google News

ભગવતીપરાના મજુરો, કારીગરો અને જાગૃતોને બોલાવી મીટીંગ યોજી

ભગવતીપરા વિસ્તારની આજી નદીના કાંઠે બાળકનું માત્ર ડોકુ મુકીને બાકીના શરીરનો ભાગ ગાયબ કે રફેદફે કરીને જઘન્ય કૃત્ય આચરનારને સંકજા લેવામાં રાજકોટ પોલીસ અને ભારત જન વિજ્ઞાન જાથાની ટીમ બે દિવસથી સતત પ્રયત્નો કરી રહી છે. તેમાં વિસ્તારના લોકોની મદદ લેવા માટે જાથાએ દોઢસોથી વધુ કારીગરો, મજુરો, પરપ્રાંતિયો અને જાગૃતોને બોલાવી ગુન્હાનો ભેદ ઉકેલવામાં મદદરૂપ થવા સંબંધે મીટીંગ બોલાવી હતી. તેમાં બાળકની હત્યા સંબંધી વિવિધ પાસાઓની માહિતી આપવામાં આવી હતી.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ મીટીંગમાં જણાવ્યું કે પોલીસ સાથે રહીને બે દિવસથી ગુન્હાનો ભેદ ઉકેલવામાં કામગીરીની સમીક્ષા આપી હતી. જાથાને બલીની નહિવત શકયતા વચ્ચે બાળકની હત્યા સંબંધી નકકર પુરાવા આપવા માટે હાજર લોકોની મદદ માંગી હતી. જાથા માત્ર નાગરિક ધર્મ બજાવે છે. પોલીસ અથાગ મહેનત કરે છે. તેથી સફળતા મળવાની છે તેમાં કોઈ શંકા નથી. ગુનેગારને સખ્ત નશ્યત મળે તે માટે આશંકા લાગતા શખ્સોના નામ આપવા સાથે માહિતી આપનારનું નામ ગુપ્ત રાખવામાં આવશે. કાયદાકીય તકલીફ ન પડે તે સંબંધે મીટીંગમાં માહિતી આપી હતી.

વધુમાં પંડયાએ જણાવ્યું કે, બાળકની હત્યાનો ભેદ ઉકેલવામાં જાથાએ ચાર ટીમ બનાવી સ્થાનિક વિસ્તારો, વાંકાનેર બાજુ પણ કાર્યકરોને મોકલવામાં આવ્યો છે. બાળકની બલી સંબંધી પુરાવામાં અત્યારના તબકકે કશું જ મળી આવ્યું નથી. કયાં સંજોગોમાં હત્યા કરવામાં આવી હોય તે સંબંધી તપાસમાં ઝંપલાવ્યું છે. ભગવતીપરા, રૂખડીયા કોલોની, મોરબી રોડની બંને બાજુના કારીગરો, મજુરો, જાગૃતોને બોલાવી માહિતી આપી હતી. અંતમાં બાળકની હત્યાનું પગેરૂ આપવા સ્થાનિક પોલીસ તંત્ર, કંટ્રોલ તેમજ જાથાના મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) ઉપર માહિતી આપવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.