Abtak Media Google News

કચરા કોન્ટ્રાક્ટ દ્વારા શહેરમાં સમયસર કામગીરી નો અભાવ

પાલિકાએ અનેક નોટિસો અપાઈ છતાં કોઈ કાર્યવાહી થતી નથી

જેતપુર શહેરમાં ઢેક ઢેકાણ સ્વચ્છતાના બનેરો તેમજ અભિયાન હાથ ધરાઈ પાલિકાનું સેનિટેસન વિભાગ સંતોષ માની સરકારમાં પોતાની સારી સ્વચ્છતા અભિયાન ની કામગીરી બતાવી સંતોષ માની રહયુ છે જ્યારે હકીકતમાં શહેરમાં ઠેક ઠેકાણે શહેરના મુખ્ય રસ્તા પર ગંદકી જોવા મળી રહી છે.

Advertisement

Img 20180917 Wa0045પાલિકામાં ચાલતા કચરા કોન્ટ્રાક્ટર સાથે પાલિકાના અમુકને જાણે સાઠ ગાંઠ હોઈ તેમ માત્ર નોટીસ આપી સંતોષ માની લેવામાં આવે છે પણ તેમના પર કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી. પાલિકા ચીફ ઓફિસરે 7 થી 8 વખત આ કચરા ના કોન્ટ્રાક્ટર ને નોટિસો પણ આપવામાં આવી છે છતાં રાજકીય ઓથ ધરાવતા આ કોન્ટ્રક્ટર સામે પાલિકાને જાણે લાજ કાઢતી હોઈ તેવું લાગી રહ્યું છે.

શહેરમાં રોજ ડોર ટુ ડોર કચરા લેવા જવાની કામગીરી માં આ કોન્ટ્રક્ટર દ્વારા સાત દિવસમાં બે દિવસ એ વિસ્તારોમાં જવાનું ટાળી દેવામાં આવે અને પોતે ડીઝલનો બચાવ કરી ફાયદો મેળવી લે છે તેજ રિતે શહેરમાં દરેક પોઈન્ટ પર આજ હલાત જોવા મળી રહી છે શહેરના લોકો દ્વારા રજુવાત કરવામાં આવે ત્યારે આ કોન્ટ્રાક્ટરો નવા નવા બાના બતાવી દે છે અને પોતાની કામગીરી માંથી છૂટી જાય છે અને પોતાનો ફાયદો મેળવી લે છે.

નોટીસની અમલવારી કેમ નહીં

પાલિકા દ્વારા જાણે દેખાવ કરવા સાત થી આઠ વખત નોટિસ તો આપવામાં આવી છે પણ તેની સામે કોન્ટ્રાક્ટર એક જ પ્રકારનો જવાબ આપી આ નોટિસ ફાઇલ કરી દેવામાં આવે છે

શહેરમાં રોગચાળાની ભીતિ

હાલ શહેરની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓ ઉભરાઈ રહ્યા છે અને અનેક લોકો ગંદકીને કારણે આગામી સમયમાં સ્વાઈન ફ્લૂના ભરડામાં આવી જાય તો જવાબદાર કોણ તેવો સવાલ ઉભો થયો છે

ઓછા ભાવે કોન્ટ્રાક્ટ હોઈ થઈ રહી છે લાપરવાહી

શહેરમાં ચાલતા ડોર ટુ ડોર તેમજ પોઇન્ટ કચરાના કોન્ટ્રક્ટર દ્વારા જે ટેન્ડર મુકવામાં આવ્યું તે પહેલાં કરતા ઓછા ભાવે હોઈ અને તેને નુકશાની જવાની ભીતી હોઈ જેને કારણે શહેરમાં સફાઈ માં લાપરવાહી કરી પોતાને નુકશાન ન જાય તે ગણતરી એ કામ કરી લોકોના આરોગ્ય સાથે સીધું નુકશાન કરી રહયા છે.

Img 20180917 Wa0046

અધિકારી શુ કહે છે

પાલિકા દ્વારા જે નોટિસ આપી કોન્ટ્રક્ટર ને સૂચના આપવામાં આવી હતી અને જે ફરી નબળી કામગીરી વાત સામે આવી છે તેને ધ્યાને લઇ ફરી તેની તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.