Abtak Media Google News

જેતપુરના નવાગઢ ગઢની રાંગ પાસે આવેલા પાયોનિયર ડાંઇગ નામના બંધ કારખાનામાં સવારે અચાનક આગ ભભૂકતા ધુમાડાના ગોટેગોટા નીકળ્યા હતા. આગ બુઝાવવા ફાયર બ્રિગેડ સ્ટાફ ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચી ગયા હતા.

આગ વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આજુ બાજુના ગામના ફાયર બ્રિગેડની મદદ લેવા તંત્ર દ્વારા તજવીજ હાથધરવામાં આવી છે. આગ લાગવાનું કારણ અને કેટલુ નુકસાન થયુ તે જાણી શકયુ નથી. કારખાનામાં સાડીનો જથ્થો, લાકડા અને ફર્નિચર સહિતની ચિજવસ્તુ સળગીને રાખ થઇ ગઇ છે. પાયોનિયર ડાંઇગમાં આગ લાગ્યાની જાણ થતા નગરપાલિકાના સભ્યો અને પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયા છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.