Abtak Media Google News

દેશના શિક્ષણને વૈશ્ર્વિકકક્ષાનું બનાવવા ડિજિટલ પદ્ધતિનો ઉપયોગ: સ્માર્ટ બોર્ડ કિફાયતી બનતા સરકારનો નિર્ણય

શાળાઓમાં સ્માર્ટ બોર્ડ સહિતના આધુનિક સાધનોના કારણે વિદ્યાર્થીઓની સ્માર્ટલેસમાં વધારો થશે: ગો ઈન્ડિયા, ગો ડિજિટલને વધુ પ્રાધાન્ય મળશે

Advertisement

ભારતીય શિક્ષણ પ્રણાલી પારંપરિક મૂલ્યોને જાળવી રાખી ડિજીટલાઈઝ થવા જઈ રહી છે. સરકારે હવે વિદ્યાર્થીઓની સાથોસાથ કલાસરૂમોને પણ સ્માર્ટ બનાવવાનો નિર્ણય લીધો છે. જેના ભાગરૂપે આગામી સમયમાં દેશની શાળાઓમાં ૫૦ લાખથી વધુ સ્માર્ટ બોર્ડ મુકવામાં આવશે તેવું માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું છે.

અત્યાર સુધી શાળાઓમાં બ્લેક બોર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ બોર્ડનો વધુ ઉપયોગનું કારણ સ્માર્ટ બોર્ડની મોંઘી કિંમતો છે. સ્માર્ટ બોર્ડ અત્યારસુધી રૂ.૧ લાખ થી દોઢ લાખમાં પડતુ હતું. જેની કિંમત હવે ૧૫,૦૦૦ થી ૨૦,૦૦૦ થવા જઈ રહી છે. પરિણામે સરકારે શાળાઓમાં સ્માર્ટ બોર્ડ મુકવાનો નિર્ણય લીધો છે.

મોદી સરકારે સતા સંભાળ્યાની સાથે જ ડિજીટલાઈઝેશનને વેગ આપવા તબકકાવાર પગલા લીધા હતા. શિક્ષણ, આરોગ્ય અને આર્થિક વ્યવહારો સહિતના મુદ્દે સરકારે ડિજીટલાઈઝેશનનું પ્રોત્સાહન આપ્યું હતું. શિક્ષણમાં ટેબલેટ વિતરણ સહિતના પગલા સરકારે લીધા હતા. આ ઉપરાંત હવે સરકાર શાળાઓમાં ડિજીટલાઈઝેશનને વધુ પ્રાધાન્ય આપવા માંગે છે. જેના ભાગરૂપે સ્થળ અને પરિસ્થિતિને અનુ‚પ થઈ શકે તેવા સ્માર્ટ બોર્ડ મુકવાનો નિર્ણય સરકારે લીધો છે તેવું માનવ સંશાધન મંત્રી પ્રકાશ જાવડેકરે કહ્યું હતું.

શાળાઓમાં સ્માર્ટ બોર્ડ સહિતના આધુનિક સાધનોના કારણે વિદ્યાર્થીઓની સ્માર્ટનેસમાં વધારો થશે. ગો ઈન્ડિયા, ગો ડિજીટલને વધુ પ્રાધાન્ય મળશે. બાળકોમાં શિક્ષણકાળથી જ આધુનિક સાધનોમાં રસ અને રૂચિ જળવાય રહે તે માટે સરકારનું આ પગલુ મહત્વનું બની જાય છે. વૈશ્ર્વિક કક્ષાનું શિક્ષણ ભારતમાં મળી રહે તે માટે પણ મોદી સરકારે આ પગલુ લીધું હોવાનું જણાઈ આવે છે. પારંપરિક બ્લેક કે ગ્રીન બોર્ડની જગ્યાએ હવે સ્માર્ટ બોર્ડના માધ્યમથી જ સરકાર વિદ્યાર્થીઓને સ્માર્ટ શિક્ષણ આપવા જઈ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.