Abtak Media Google News
  • પાડોશીના મકાનમાંથી વિપ્ર યુવકના ઘરમાં પ્રવેશી એકિટવામાં પેટ્રોલમાં છાંટી દિવાસળી ચાપી: ફાયર બ્રીગે્રડ આગને લીધી કાબુમાં
  • વકીલો એકઠા થયા: પોલીસે દોડી જઇ વિધર્મી શખ્સની કરી ધરપકડ

જેતપુરનાં ગુજરાતીની વાડી વિસ્તારમાં અસામાજિક તત્વનો આતંક સામે આવ્યો હતો. વકીલના મકાનમાં આગ લગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અસામાજિક તત્વ દ્વારા પાડોશીના મકાનમાંથી વકીલના મકાનમાં ઘૂસીને પાર્ક કરેલ એક્ટિવાને આગ ચાંપવામાં આવી હતી. ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરાના વાયરો પણ તોડી નાખ્યા હતા. આ મામલે જેતપુર સિટી પોલીસે રાજા અંસારી નામના શખ્સની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જેતપુરમાં બનેવીએ સાળાનું ઘર સળગાવવા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. વકીલ તરીકે કામ કરતા મેહુલ પંડ્યાના મકાનને પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કુખ્યાત બુટલેગર અને હિસ્ટ્રીસિટર ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારી નામના બુટલેગર દ્વારા મોડી રાત્રે ઘરમાં તોડફોડ કરવામાં આવી હતી. તેમજ ઘરને સળગાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જૂની અદાવતનો ખાર રાખીને આ ઇસમે આ કૃત્ય કર્યું હતું.

Jetpur: A Notorious Bootlegger Tried To Set Fire To An Advocate'S House
JETPUR: A notorious bootlegger tried to set fire to an advocate’s house

મળતી વિગતો અનુસાર, ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીની સાથે વકીલની બહેન સાથે લગ્ન કર્યાં હતા. આઠ મહિના પહેલા વકીલની બહેન ઘરે આવી ગઈ હોવાથી પરત જવા માંગતીનો હોવાનો ખાર રાખી વકીલનું ઘર સળગાવવા પ્રયાસ કર્યો હતો. ઘરમાં પાર્ક કરેલા એક્ટિવા મોટર સાઇકલ બળી ખાખ થઈ ગઈ હતી. તેમજ ઘરે તોડફોડ અને આગ લાગવાની ખબર વકીલોને પહોંચતા વકીલો એકઠા થઇ ગયા હતા. આ ઘટનાની જાણ પોલીસને કરતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. કુખ્યાત બુટલેગર ગ્યાસુદ્દીન ઉર્ફ રાજા અંસારીની ઘરપકડ કરી હતી.

મેહુલ પંડ્યાના મકાનની બાજુના મકાનમાંથી રાજા અંસારી વકીલના ઘરમાં ઘૂસ્યો હતો અને પાર્ક કરેલી એક્ટિવાને પેટ્રોલ છાંટીને સળગાવ્યું હતું. તેણે ઈઈઝટ કેમેરાના વાયરો પણ કટ કરી નાખ્યા હતા. આગના બનાવ પગલે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. ફાયરના જવાનોએ આગ પર કાબૂ મેળવ્યો હતો.

આરોપી રાજા અંસારી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે. અગાઉ પણ અનેક ગુનામાં તેનું નામ પોલીસ ચોપડે નોંધાયેલું છે.આ વિસ્તારમાં રાજા અંસારીનો ખૂબ જ ત્રાસ હોવાની સ્થાનિકો દ્વારા પણ અનેકવાર ફરિયાદ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.