Abtak Media Google News

અલ્પેશ અને હાર્દિક જે ગતિએ ખીલ્યા તે ગતિએ મુરઝાયા પણ જીજ્ઞેશ જમાવટ કરશ

  • જીજ્ઞેશ જેવા સમજુ અને શાણા રાજકારણીઓ બહુ ઓછા: જાતિના વાડા તોડી તે સર્વ સ્વીકૃત ‘નેતા’ બનવા માંગી રહ્યા છે: આસામ પોલીસે ધરપકડ કરી જીજ્ઞેશને રાષ્ટ્રીય નેતાનો દરજજો આપી દીધો: કોંગ્રેસ હવે વિધાન સભાની ચૂંટણીમાં તેનો સચોટ ઉપયોગ કરશે
  • ‘તોલ મોલ કે બોલ’ ધીર ગંભીર જણાતો જીજ્ઞેશ આડેધડ નિવેદન બાજી પણ કરતો નથી: યુવા નેતાના પીઢ રાજકારણી જેવા તમામ ગુણ

જીજ્ઞેશ મેવાણી ગુજરાતના રાજકારણમાં હવે આપને આ નામ વારંવાર સંભળાતુ જોવા મળશે વર્ષ 2017 માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં તેઓ વડગામ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાય ધારાસભ્ય બન્યા હતા. સમયના વહેણને પારખી તેને કોંગ્રેસનો હાથ પકડી લીધો હતો. દરમિયાન તાજેતરમાં આસામ પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડ બાદ હવે જીજ્ઞેશ એક આશાસ્પદ રાષ્ટ્રીય નેતા તરીકે ઉભરી રહ્યા છે. તેની સ્માર્ટ નેસના કારણે તેનો રાજકીય ગ્રાફ સતત ઉંચકાય રહ્યો છે.

યુવા નેતા હોવા છતાં જીજ્ઞેશ મેવાણી પાસે એક ધીર ગંભીર અને પીઢ રાજનેતાને શોભે તેવા તમામ ગુણ છે. જે રીતે ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર  અને પાટીદાર નેતા હાર્દિક પટેલનો ગ્રાફ જેટલી ઝડપથી ઉંચે ચડયો તેટલી જ ઝડપથી નીચે પણ ઉતરી ગયો તેવું પોતાની સાથે જ થાય તે માટે જીજ્ઞેશ મેવાણી પોતાનો એક એક રાજકીય કદમ ખુબ જ સાવચેતી સાથે મૂકિ રહ્યો છે. હાલ તેની છબી એક દલીત નેતા તરીકેની છે પરંતુ તે જે રીતે અલગ અલગ સમુદાયને લગતા પ્રશ્ર્નો ઠિાવી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે તે જાતીવાદના વાડા તોડીને એક સર્વ સ્વિકૃત નેતા બનવા માંગી રહ્યો છે.

ગુજરાતના રાજકારણમાં તે એક બે દાયકા પુરતો નહી પરંતુ દાયકાઓ સુધી ચમકતો રહેવા ઇચ્છી રહ્યો છે.ભાજપ, કોંગ્રેસ અને આપ સહિતની એક પણ પાર્ટી પાસે આજે સમાજમાં ઉપડી શકે તેવો દલીત નેતા નથી આવામાં જીજ્ઞેશ મેવાણીએ દલીત સમાજમાં પોતાનું એક અલગ જ સ્થાન ઉભુ કરી દીધું છે.

પોતાની રાજકીય પ્રગતિને અસર કરે તેવું નિવેદન કરાયેય તે આપતો નથી જે કાર્યક્રમમાં તેને પુરતો રાજકીય લાભ મળશે તેવું દેખાય તેમા જ તે ઝુકાવે છે આસામ પોલીસે તેની ધરપકડ કરી એક મોટો ઇસ્યુ ઉભો કરી દીધો છે. હવે જીજ્ઞેશ માત્ર ગુજરાતનો નેતા ન રહેતા રાષ્ટ્રીય નેતાની હરોળમાં આવી ગયો છે.

ગુજરાતમાં આગમન સમયે ગઇકાલે જે રીતે તેને અમદાવાદમાં સત્ય મેય જયતે સભા યોજાઇ હતી. તેમાં જીજ્ઞેશ મેવાણીએ રીતે એક એક  શબ્દો રજુ કર્યા તેના પરથી તેની કાબેલીયતનો ખ્યાલ આવી ગયો છે. 2017 વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાતના રાજકારણમાં ત્રણ યુવા ચહેરા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જીજ્ઞેશ મેવાણીની બોલબાલા હતી. હાર્દિક અને અલ્પેશ પાંચ વર્ષમાં જ પોતાની લોકપ્રિયતા ખોઇ બેઠા છે.

જયારે જીજ્ઞેશની લોકપ્રિયતામાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતના રાજકારણમાં જીજ્ઞેશ નામનો સિતારો હાલ ચમકી રહયો છે. જે આગામી દિવસોમાં વધુ તેજસ્વી બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.