Abtak Media Google News

400થી વધુ વિદ્યાર્થીઓએ ખેલકુદ મહોત્સવમાં ભાગ લીધો: જુદી જુદી સ્પર્ધામાં નવા રેકોર્ડ સ્થાપિત કરવાનો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે.જે કુંડલીયા કોમર્સ કોલેજ તથા જે.જે કુંડલીયા આર્ટ્સ અને કોમર્સ કોલેજ સુવર્ણ જ્યંતી વર્ષ નિમિતે વિધિયાર્થીઓ માટે ખેલકૂદ મોહત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.બાળકોના સર્વાંગી વિકાસ હેતુ બલભાવન ખાતે ખેલકુદ મહોત્સવ યોજવામા આવ્યો છે.50 મીટર રનિંગ,સ્લો સાયકલિંગ ગોળા ફેક,રસા ખેંચ, કોથડા દોડ,સંગીત ખુરશી સહિતની વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં 400 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે.

Advertisement

ખેલકૂદ મહોત્સવમાં વિવિધ સ્પર્ધાઓમાં નવા રેકોર્ડ સ્થાપિત કરવાનો ખેલાડીઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. બાળકોના સર્વાંગી વિકાસ માટે મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ હંમેશા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતી રહી છે. છેલ્લા દસ વર્ષથી લાભુભાઈ ત્રિવેદી સ્પોર્ટ્સ એકેડેમીની અંડરમાં હજારો વિદ્યાર્થીઓએ સ્પોર્ટસમાં પોતાની કારકિર્દી બનાવી છે.

આવા ખેલકુદ થકી ખેલાડીઓમાં રહેલી ખેલદિલ્લી  વધે સાથોસાથ નેશનલ રમવા તરફનો રસ્તો મળે છે.ખેલકૂદ મહોત્સવને સફળ બનાવવા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોશી,ટ્રસ્ટી અલ્પનાબેન ત્રિવેદી, જે જે કુંડલીયા કોમર્સ તથા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ યજ્ઞેશભાઈ જોશી, પ્રીતિબેન ગણાત્રા, સ્પોર્ટ એકેડેમી ના હરીશભાઈ રાબા હાસમભાઇ ભાલીયા સહિતના તમામ શિક્ષકગણ તથા ખેલાડીઓએ જેહમત ઉઠાવી છે.

ખેલકુદ મહોત્સવ બાળકોને ખેલદિલી શીખડાવે છે: ડો.અલ્પનાબેન ત્રિવેદી (ટ્રસ્ટી)

મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદીએ જણાવ્યું કે, લાભુભાઈ ત્રિવેદી સ્પોર્ટ્સ એકેડેમી આયોજિત ખેલકુદ મહોત્સવથી ખેલાડીઓમાં ખેલદિલીની ભાવના વધે છે.આવી સ્પર્ધાઓ થી વિદ્યાર્થીઓ પોતાના આરોગ્યની ખૂબ જાળવણી કરી શકે છે.

બાળકોના સર્વાંગી વિકાસમાં સ્પોર્ટ્સની અગત્યની ભૂમિકા છે: ડો.યજ્ઞેશ જોષી (પ્રિન્સિપાલ)

જે.જે કુંડલીયા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો.યજ્ઞેશભાઇ જોશીએ જણાવ્યું કે,વિદ્યાર્થીના જીવનમાં સ્પોર્ટ્સ કારકિર્દીમાં વધુ પ્રોત્સાહિત કરતું રહે છે.બાળકના સર્વાંગી વિકાસ માટે ખેલકૂદ મહોત્સવ યોજવામાં આવ્યો છે.અમારી સંસ્થાના વિદ્યાર્થીઓ સ્પોર્ટ્સમાં ખૂબ ઉત્સાહભેર આગળ વધી રહ્યા છે. તેનો અમને ગર્વ છે.

ખેલકૂદ મહોત્સવમાં નવા રેકોર્ડ્સ સ્થાપિત કરીશ: ખુશી પાદરિયા(ખેલાડી)

જે.જે કુંડલીયા કોમર્સની ખેલાડી વિદ્યાર્થીની ખુશી પાદરીયાએ જણાવ્યું કે,ખેલકૂદ મહોત્સવમાં ગોળા ફેંકમાં તેણે ભાગ લીધો છે.આ પહેલા પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે તેને 30 વર્ષ જૂનો ગોળા ફેકનો રેકોર્ડ તોડી પોતાના નામે નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.એ જ રીતે તે ખેલકૂદ મહોત્સવમાં પણ નવા રેકોર્ડ સ્થાપિત કરવા ઉત્સાહિત છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.